Fri,20 September 2024,6:04 pm
Print
header

ગેંગસ્ટર રોહિત ગોદરાએ કહ્યું આ કારણથી ગોગામેડીની કરી હત્યા, અશોક ગેહલોતના પુત્ર પર લગાવ્યાં આરોપો

જયપુરઃ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાની જવાબદારી સ્વીકારનાર ગેંગસ્ટર રોહિત ગોદરાએ એક નવી ફેસબુક પોસ્ટ લખી છે. જેમાં તેને કથિત રીતે ગોગામેડીની હત્યાનું કારણ જણાવ્યું છે. ગોગામેડી સાથે તેને કોઈ બાબતને લઈને વિવાદ થયો હતો. આ કેસમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનો પુત્ર વૈભવ પણ સામેલ હતો.

લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ લખ્યું કે, તમામ ભાઈઓને રામ રામ, હું રોહિત ગોદારા કપૂરીસર ગોલ્ડી બરાડ છું. અમે સુખદેવ ગોગામેડીની હત્યાની જવાબદારી લીધી છે. અમારા ભાઈ સ્વર્ગસ્થ નવીન સિંહ શેખાવત ઘટના સ્થળે જ શહીદ થયા હતા.જાતિવાદના નામે રાજનીતિ કરનારા આ બળાત્કારી, અહંકારી અને લોભી બાસ્ટર્ડની હત્યા કરતી વખતે આપણા ભાઈએ બલિદાન આપ્યું છે. અમે તેની હિંમતને સલામ કરીએ છીએ. અમે તેને હંમેશા યાદ રાખીશું. અમે અમારી ફરજ નિભાવીશું.

રોહિત ગોદારાએ આગળ લખ્યું, ભાઈઓ તેને મારવાનું કારણ એ છે કે અમારી તેની સાથે ડિસ્ટ્રીબ્યુશનના મુદ્દે ચર્ચા થઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત દ્વારા આ મામલે અમને સામેલ કરાયા હતા. વૈભવ અમારી પાસેથી બધા નાણાંમાં ભાગ લેતો હતો. અમારી પાસે કોલ રેકોર્ડિંગમાં તેનો પુરાવો છે. આ કેસ સાથે ઘણા મહત્વપૂર્ણ નામો પણ જોડાયેલા છે. અમે આ શેર કરી રહ્યાં છીએ કારણ કે તે અમારા દુશ્મન સિદ્ધુ મૂસેવાલા સાથે પણ સંપર્કમાં હતો.

હત્યા બાદ લખવામાં આવ્યું હતું – દુશ્મન ઘરના દરવાજે તારી અર્થી તૈયાર રાખજે !

ગોગામેડીની હત્યા બાદ રોહિત ગોદારાની એક પોસ્ટ વાયરલ થઈ હતી. તેને લખ્યું હતું કે, રામ રામ. બધા ભાઈઓ માટે, હું રોહિત ગોદારા કપૂરીસર ગોલ્ડી બરાડ છું. ભાઈઓ અમે આજે સુખદેવ ગોગામેડીની હત્યાની સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ. અમે આ હત્યા કરાવી છે. ભાઈઓ, હું તમને કહેવા માંગુ છું. તે આપણા દુશ્મનોને મળતા હતા અને તેમને સહકાર આપતા હતા. તેમને મજબૂત કરવા માટે કામ કરતા હતા. તેઓએ તેમના ઘરના દરવાજે પોતાની અર્થી તૈયાર રાખે. તેને પણ જલ્દી મળીશ.

ગોદારા સોશિયલ મીડિયા એપ દ્વારા ગેંગના સંચાલકોના સંપર્કમાં છે

લોરેન્સ બિશ્નોઈ ગેંગનો ખતરનાક રોહિત ગોદારા બિકાનેર જિલ્લાના લુંકરનસરનો રહેવાસી છે. તે 2010થી સિનેમાની દુનિયામાં સક્રિય છે. નાના ગુના કર્યાં બાદ તે લોરેન્સના સંપર્કમાં આવ્યો હતો. તે તેની ગેંગમાં જોડાયો અને ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપવા લાગ્યો હતો. જ્યારે પોલીસે પક્ક્ડ વધુ કડક કરી તો તે નકલી પાસપોર્ટ બનાવીને 2022માં દિલ્હીથી ભાગી ગયો હતો. તે સોશિયલ મીડિયા એપ્સ દ્વારા ગેંગ ઓપરેટિવ્સ સાથે જોડાયેલો રહે છે. વિદેશમાં બેસીને તેમને સોપારી આપે છે.

ઈન્ટરપોલે ગોદારા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે

ઇન્ટરપોલે રોહિત ગોદારા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. દુબઈમાં રહીને તે લોરેન્સ બિશ્નોઈ અને તેના મિત્ર ગોલ્ડી બરાડના કહેવા પર ગુનાહિત પ્રવૃત્તિઓ કરે છે. આ વર્ષે જૂનમાં તેણે બિકાનેરના એક જ્વેલર પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી. આ સાથે તેણે ધમકી આપી હતી કે જો પૈસા નહીં મળે તો તે વેપારીને ગોળી મારી દેશે. તેના બે હજાર સાગરિતો બિકાનેરમાં છે. આટલા પૈસા ચૂકવવામાં અસમર્થતા દર્શાવતા જ્વેલર્સે નયાશહેર પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો હતો.

હત્યારાઓએ સુખદેવસિંહ ગોગામેડીના ઘરમાં ઘુસીને ગોળી મારી હતી

જયપુરમાં મંગળવારે બપોરે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી પોતાના ઘરે કેટલાક લોકો સાથે બેઠા હતા. એક SUV કારમાં કેટલાક લોકો આવ્યાં હતા. ગોગામડીની સંમતિ બાદ સિક્યુરિટીએ તેને અંદર જવા દીધા હતા. થોડીવાર બેસી રહ્યાં બાદ આરોપીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ચાર ગોળી વાગતા તેમનું મોત થયું હતું. બાદમાં આ ગેંગનો એક સાથી નવીન પણ શહીદ થયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch