Sat,16 November 2024,4:04 am
Print
header

કરોડો રૂપિયા રોકડા ઝડપાયા બાદ IAS ઓફિસર પૂજા સિંઘલના CA સુમન કુમારની કરાઇ ધરપકડ- Gujarat Post

ઝારખંડઃ IAS અધિકારી પૂજા સિંઘલના ઘરે અને તેમની સાથે જોડાયેલા અન્ય સ્થળોએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા શુક્રવારે દરોડા પાડવામાં આવ્યાં હતા, આ કેસમાં પૂજાના સીએ સુમન કુમારની ધરપકડ કરવામાં આવી છે. EDએ શુક્રવારે કુમારના સ્થળેથી રૂપિયા 17 કરોડ કરતા વધુ રોકડ અને દસ્તાવેજો જપ્ત કર્યાં હતા 

સુમન કુમાર IAS અધિકારી અને ઝારખંડના ખાણ સચિવ પૂજા સિંઘલના CA છે.તે સિંઘલના પતિના બેંક એકાઉન્ટ સંભાળે છે. EDએ શુક્રવારે સવારે 18 થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા.રાંચી, ચંદીગઢ, નોઈડા, મુંબઈ, કોલકાતા, મુઝફ્ફરપુર, સહરસા, ફરીદાબાદ, ગુરુગ્રામ સહિતના શહેરોમાં દરોડા પાડવામાં આવ્યાં હતા.

શુક્રવારે વહેલી સવારે શરૂ થયેલી દરોડાની કાર્યવાહી રાત્રે 8 વાગ્યા સુધી ચાલી હતી. ઈડીએ કરોડો રૂપિયાની રોકડ જપ્ત કર્યાં બાદ સીએનું નિવેદન લઇને હવે તેની ધરપકડ કરી છે,જપ્ત કરાયેલી રોકડની ગણતરી માટે  બેંક અધિકારીઓને બોલાવ્યાં હતા અને પૈસા ગણવાના મશિન લાવવા પડ્યાં હતા. પૂજા સિંઘલના CA ની ધરપકડ બાદ આગળની તપાસ હાથ ધરી છે. 

નોંધનિય છે કે આ આઇએએસ અધિકારીએ અનેક યોજનાઓમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, તેઓ ઘણા સમયથી ઇડીની નજરે હતા અને હવે તેમના પર કડક કાર્યવાહી કરાશે તે નક્કિ છે.

 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch