Sat,16 November 2024,7:24 pm
Print
header

ઝારખંડઃ ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક બસ સાથે અથડાતા 15 લોકોનાં મોત, બસની બોડી કાપીને બહાર કાઢાયા મૃતદેહો- Gujarat Post

ઝારખંડઃ પાકુરમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 15 લોકોનાં મોત થઇ ગયા છે. સાહિબગંજથી દુમકા જઈ રહેલી બસ લિટ્ટીપાડા-અમદાપારા રોડ પર પેડરકોલા પાસે ગેસ સિલિન્ડરો ભરેલી ટ્રક સાથે અથડાઈ હતી. બસમાં 40થી વધુ લોકો સવાર હતા.આ અકસ્માતમાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે. પાકુરના એસપીના જણાવ્યાં અનુસાર અત્યાર સુધીમાં 15 મૃતદેહો મળી આવ્યાં છે. બસની અંદરથી લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

કૃષ્ણા રજત બસ અને એલપીજી સિલિન્ડરોથી ભરેલી ટ્રક વચ્ચેની ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના ફુરચા ઉડી ગયા હતા. ઘણા લોકો બસની બહાર પડ્યા હતા. બસમાં બેઠેલા અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા. બસની બોડી કાપીને મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યાં છે. બસનો ડ્રાઈવર હજુ જીવિત છે. તે બસમાં ફસાઈ ગયો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું કે અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની આશંકા છે. હાલમાં માર્યા ગયેલા લોકોની ઓળખ થઈ શકી નથી. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં છે.

દુર્ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.વહીવટીતંત્ર અને પોલીસ પહોંચે તે પહેલા જ તેઓએ રાહત અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. અકસ્માત બાદ જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ધુમ્મસને કારણે આ અકસ્માત થયો હોવાનો અંદાજ છે. ટ્રક ચાલકે સામેથી આવતી બસ જોઈ ન હતી. તેણે સીધી જ બસને ટક્કર મારી હતી. 

સીએમ હેમંત સોરેને પાકુરમાં થયેલા માર્ગ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે પાકુરથી લિટ્ટીપારા-અમદાપરા રોડ અકસ્માતના હૃદયદ્રાવક સમાચારથી મારું હૃદય ખૂબ જ દુઃખી છે. ભગવાન મૃત આત્માઓને શાંતિ આપે, શોકગ્રસ્ત પરિવારોને આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે.' મુખ્યમંત્રીએ ઘાયલોને યોગ્ય સારવાર આપવા માટે જિલ્લા પ્રશાસનને સૂચના આપી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch