Sat,16 November 2024,6:23 pm
Print
header

BIG NEWS- આ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ 25 રૂપિયા સસ્તું થશે, BPL ક્વોટામાં આવતા લોકો માટે જાહેરાત- Gujarat Post

રાંચીઃ નવા વર્ષમાં ઝારખંડમાં પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું થશે. મુખ્યમંત્રી હેમંત સોરેને આ જાહેરાત કરી છે, પરંતુ આ સસ્તા પેટ્રોલ અને ડીઝલનો લાભ માત્ર BPL કાર્ડ ધારકોને જ મળશે. મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું કે 26 જાન્યુઆરીથી ઝારખંડમાં BPL કાર્ડ ધારકોને પેટ્રોલ અને ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે. જો કે અહીં સવાલ એ પણ છે કે BPL કાર્ડ ધારકો પાસે વાહનો કેટલા છે ? ગરીબી રેખા નીચે હોય તેવા બહુ ઓછા લોકો પાસે બાઇક કે અન્ય વાહનો હશે. 

ઝારખંડ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ સતત પેટ્રોલ અને ડીઝલ પર વેટના દર ઘટાડવાની માંગ કરી રહ્યું છે.એસોસિએશને સરકાર પાસે પેટ્રોલ પર 5% વેટ ઘટાડવાની માંગ કરી રહી હતી. જો સરકાર વેટનો દર 22%થી ઘટાડીને 17% કરે તો લોકોને મોટી રાહત મળશે. એસોસિએશને કહ્યું કે પડોશી રાજ્યો ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં ડીઝલની કિંમત ઓછી છે. આવી સ્થિતિમાં ઝારખંડથી ચાલતા વાહનોને પડોશી રાજ્યોમાંથી ડીઝલ મળી રહે છે. જેને કારણે તેમને નુકસાન થઈ રહ્યું છે. 

એસોસિએશનના પ્રમુખ અશોક સિંહે કહ્યું કે પેટ્રોલિયમ ડીલરોએ મુખ્યમંત્રી હેમંત સોરેનને પત્ર લખ્યો હતો, નાણામંત્રીને પણ મળ્યાં હતા. નાણામંત્રી સાથે બેઠક બાદ તેમણે આ અંગે મેમોરેન્ડમ આપ્યું હતું, પરંતુ તેમની માંગણીઓ પર કોઇ વિચાર કરવામાં આવ્યો ન હતો. ઝારખંડમાં 1350 પેટ્રોલ પંપ છે, જેની સાથે 2.50 લાખથી વધુ પરિવારોની આજીવિકા જોડાયેલી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch