Sat,23 November 2024,12:38 am
Print
header

જિઓએ જીઓ ફાઇબરના નવા ટેરિફ લોંચ કરીને હરીફોને આપ્યો આંચકો

30 MBPS થી 300 MBPSની ડેટા સ્પીડના પ્લાન કર્યા લોંચ, “નો-કંડિશન 30 દિવસ ફ્રી ટ્રાયલ” 

મુંબઇઃ રિલાયન્સ જિઓએ દેશમાં ડીજીટલ ક્રાંતિનું સર્જન કર્યુ છે. ત્યારે હવે જિઓ ફાઇબર દ્વારા રિલાયન્સ વધુ એકવાર ઇન્ટરનેટ માર્કેટમાં મોટો ધડાકો કરવા જઇ રહ્યુ છે. આ માટે ગ્રાહકોનો જુસ્સો વધુ બળવત્તર બનાવવા અને નયે ઇન્ડિયા કા નયા જોશની ઉજવણી કરવા માટે દરેક ભારતીયના ઘરને સશક્ત બનાવવા જિયો ફાઇબરે તેના ટેરિફ પ્લાન્સમાં ધરખમ સુધારા કર્યા છે. જેમાં રુપિયા 399 પ્રતિમાસના દરથી શરુ થતા શરુ થતા અનલિમીટેડ ઇન્ટરનેટ પ્લાન રજૂ કર્યાં છે. જેમાં પુરતી અપલોડ ડાઉનલોડ સ્પીડ  કોઇપણ વધારાના ચાર્જ વિના 12 જેટલા ઓટીટી એપ્લીકેશન જેવી કે નેટ ફ્લીક્સ, એમેઝોન પ્રાઇમ વિડીયો, ડીઝની હોટ સ્ટાર, જીઓ સીનેમા, ઝી 5,  સોની લાઇવ, વુટ સહિતની એપ્લીકેશનનો સમાવેશ થાય છે.

નવા પ્લાનમા રુપિયા 399ના પ્લાનમાં  30 MBPSની ડેટા સ્પીડનો સમાવેશ થાય છે, રુપિયા 699ના પ્લાનમાં 100 MBPSની ડેટા સ્પીડ, જ્યારે 999 રુપિયાના પ્લાનમાં 150 MBPSની ડેટા સ્પીડ તેમજ 1499ના પ્લાનમાં 300 MBPSની ડેટા સ્પીડ મળશે. સાથે સાથે અનમિલીટેડ કોલીંગ પણ મળશે. જ્યારે રુ. 999 માં 11 ઓટીટી એપ્લીકેશન  અને રુ. 1499ના પ્લાનમાં 12 ઓટીટી એપ્લીકેશન મળશે.સાથે 30 દિવસનો ટ્રાયલ પિરિયડ પણ આપવામાં આવ્યો છે. 

જિયો રિમોટ પર વોઇસ સર્ચ હોવાથી વિશાળ લાઇબ્રેરીમાંથી મનગમતું કન્ટેન્ટ શોધવું અત્યંત સરળ છેતેમજ નિઃશુલ્ક HD વોઇસ કોલિંગ અથવા સમગ્ર વિશ્વમાં ગમે ત્યાં ઇચ્છો તેમની સાથે વીડિયો કોલ અને કોન્ફરન્સ કરી શકાશે. વર્ક ફ્રોમ હોમ કરતા લોકો માટે જિયોમીટ અને ભરોસાપાત્ર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે ઉપયોગી બની રહેશે. હેલ્થ એટ હોમ અંતર્ગત જિયોમીટ અને ભરોસાપાત્ર બ્રોડબેન્ડ તમને દૂર બેઠેલા ડોક્ટર સાથે સંપર્ક સાધવાની સુવિધા પૂરી પાડી આપશે અને તમે મહત્વના નિદાન કરાવી શકાશે. તેમજ ભરોસાપાત્ર બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે બાળકો ઘરે બેસીને શિક્ષણ મેળવી શકશે. જ્યારે જિયોગેમ્સ ગેમિંગના અનુભવ માટે અત્યંત રસપ્રદ ગેમિંગ વિકલ્પો પૂરા પાડશે.

આ અંગે, આકાશ અંબાણી, ડિરેક્ટર, જિયોએ જણાવ્યું કે, “એક મિલિયનથી વધુ કનેક્ટેડ રહેઠાણો સાથે જિયોફાઇબર દેશનો સૌથી વિશાળ ફાઇબર પ્રોવાઇડર તો છે  જ, પરંતુ ભારત અને ભારતીયો માટે અમારું વિઝન ખૂબ જ વિશાળ છે. અમે દરેક ઘર સુધી ફાઇબર લઈ જવા માગીએ છીએ અને પરિવારના દરેક સભ્યને સશક્ત બનાવવા માગીએ છીએ. જિયો સાથે મોબાઇલ કનેક્ટિવિટીમાં ભારતને વિશ્વનો સૌથી મોટો અને તેજ ગતિએ વિકાસ પામતો દેશ બનાવ્યા બાદ જિયોફાઇબર ભારતને બ્રોડબેન્ડ ક્ષેત્રે આગેવાની લેવાનું ઇંજન આપશે અને તેના માટે 1600 શહેરો અને ટાઉન્સમાં બ્રોડબેન્ડ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ભારતને વિશ્વમાં બ્રોડબેન્ડ લીડર બનાવવા માટે હું દરેકને જિયો ફાઇબર અભિયાનમાં સામેલ થવાની વિનંતી કરું છું.”

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch