Sat,16 November 2024,3:26 pm
Print
header

હવે ગુજરાતમાં બાલમંદિર અને પ્રિ-સ્કૂલ થશે શરૂ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની જાહેરાત,- Gujarat Post

ગાંધીનગરઃ કોરોનાના કેસોમાં સતત ઘટાડો થતા રાજ્ય સરકારે હવે નાના બાળકો માટે પ્રિ-સ્કૂલ અને બાલમંદિર શરૂ કરવાને લઈને મહત્વની જાહેરાત કરી છે. પત્રકાર પરિષદમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે અને જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે ત્યારે આગામી ગુરૂવારથી રાજ્યના બાલમંદિરો, આંગણવાડી તથા પ્રિ-સ્કૂલ શરૂ કરાશે. વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે વાલીઓની સહમતી જરૂરી છે, આ સાથે જ કોરોનાની ગાઈડલાઈનનું ચોક્કસ પાલન શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા કરવાનું રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોર કમિટીની બેઠક બાદ વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. 7/2/22થી કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે ધોરણ 1 થી 9નું ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1,274 કોરોનાના પોઝિટિવ કેસ આવ્યાં છે. સૌથી વધુ અમદાવાદ શહેરમાં 405 કેસ છે,સુરતમાં 36 કેસ, રાજકોટમાં 21 કેસ, વડોદરામાં 257 કોરનાના કેસ સામે આવ્યાં છે. કોરોનાને કારણે 13 લોકોનાં મોત છે. 3022 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 14211 સુધી પહોંચી ગઈ છે.103 દર્દીઓ વેન્ટિલેટર પર છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch