Fri,15 November 2024,10:26 pm
Print
header

કોઈ ભગવાન બ્રાહ્મણ નથી, શું શિવ ST કે SC હતા ? JNU ના વીસી શાંતિશ્રી ધુલિપુડીનો નવો વિવાદ- Gujarat Post

નવી દિલ્હીઃ અત્યાર સુધી માનસની જાતિને લઇને ચર્ચાઓ હતી, હવે દેવી-દેવતાઓની જાતિને લઇને નિવેદનો સામે આવી રહ્યાં છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે દેવી-દેવતાઓની જાતિ વિશે પોતાનો અભિપ્રાય આપતા વિવાદ થયો છે, તેઓ માને છે કે દેવી-દેવતાઓ ઉચ્ચ વર્ણના નથી. તેમણે તો ત્યાં સવાલ કર્યો કે ભગવાન શિવ એસસી/એસટી પણ હોઈ શકે છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલિપુડીએ આંબેડકર લેક્ચર સિરીઝમાં 'આંબેડકરના થોટ જેન્ડર જસ્ટિસઃ ડીકોડિંગ ધ યુનિફોર્મ સિવિલ કોડ'માં લેક્ચર આપતી વખતે પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતા. કહ્યું કે માનવજાતના વિજ્ઞાન મુજબ દેવી-દેવતાઓ ઉચ્ચ વર્ણનના નથી. મનુસ્મૃતિમાં મહિલાઓને શૂદ્રોનો દરજ્જો આપવામાં આવ્યો છે.

"હિંદુ ધર્મ ધર્મ નથી, તે જીવનશૈલી છે, તો પછી આપણે ટીકાથી શા માટે ડરીએ છીએ. નૃવંશશાસ્ત્રની દ્રષ્ટીએ દેવતાઓ ઉચ્ચ વર્ણના નથી. ભગવાન શિવ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના હોઈ શકે છે. કોઈ પણ સ્ત્રી એવો દાવો ન કરી શકે કે તે બ્રાહ્મણ છે અથવા કંઈક બીજુ છે. સ્ત્રીઓને તેમના પિતા અથવા પતિ પાસેથી જાતિ મળે છે, શાંતિશ્રી ધુલિપુડીએ કહ્યું કે દેવતાઓની ઉત્પત્તિ નૃવંશશાસ્ત્રની રીતે જાણવી જોઈએ. બાબાસાહેબના વિચારો પર આપણે પુનઃવિચાર કરી રહ્યાં છીએ તે ખૂબ જ જરૂરી છે.

માનવજાતના વિજ્ઞાન મુજબ લક્ષ્મી, શક્તિ ભગવાન જગન્નાથ પણ ઉચ્ચ જ્ઞાતિમાંથી આવતા નથી. ભગવાન જગન્નાથ ખરેખર આદિવાસી મૂળના છે. તો શા માટે આપણે હજુ પણ આ ભેદભાવ ચાલુ રાખીએ છીએ, આધુનિક ભારતનો એવો કોઈ નેતા નથી કે જે આટલો મહાન વિચારક હોય. ગૌતમ બુદ્ધ આપણા સમાજમાં ભેદભાવ પર આપણને જાગૃત કરનારા પ્રથમ લોકોમાંના એક હતા. "હિંદુ ધર્મ એ કોઈ ધર્મ નથી, તે જીવનશૈલી છે. જો આ જ જીવનપદ્ધતિ હોય તો આપણે ટીકાથી કેમ ડરીએ છીએ. ત્યારે તેમના આ નિવેદનો પર હવે વિવાદ શરૂ થયો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch