Sat,16 November 2024,4:26 pm
Print
header

જૂનાગઢમાં મહિલા કોન્સ્ટેબલના માતા-પિતાની કરપીણ હત્યા, રૂ. 7 લાખની લૂંટ- Gujarat Post

જૂનાગઢઃ શહેરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના માતાપિતાની કરપીણ હત્યા કરીને રૂપિયા 7 લાખની લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. વૃદ્ધ દંપતી ખેતરમાં આવેલા ઘરમાં નિંદ્રામાં હતા.ત્યારે અજાણ્યા શખ્સોએ ગળું દબાવીને માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેમની હત્યા કરી નાખી હતી. બાદમાં ઘરમાં રહેલા 3 લાખ રૂપિયા રોકડ અને સોનાનાં દાગીના સહિત 7 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી.ડબલ મર્ડરની પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.વંથલી પોલીસે અજાણ્યા શખ્સો સામે ડબલ મર્ડર 302 નો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

વંથલી તાલુકાના સેંદરડા ગામે રાજાભાઇ દેવદાનભાઇ જીલડિયા (ઉ.વ 65) અને તેમના પત્ની જાલુબેન (ઉ.વ 70) ખેતરમાં બનાવેલા મકાનમાં રહેતા હતા. તેમની દીકરી કુંવરબેન જૂનાગઢ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.દીકરો અશ્વિનભાઇ બાજુના ગામમાં કામ માટે ગયો હતો. વહેલી સવારે દૂધવાળા ભાઇએ રાજાભાઈ અને જાલુબેનનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં પડેલો જોતા તે ડરી ગયો હતો, તેણે તાત્કાલિક અશ્વિનભાઈ અને કુંવરબેનને જાણ કરી હતી.બંન્ને ઘરે દોડી આવ્યાં હતા અને જોયુ તો માતાપિતાના  મૃતદેહ પડ્યા હતા, ઘરમાંથી દાગીના તેમજ રોકડા રૂપિયા ગાયબ હતા. આ ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, લૂંટ અને હત્યાના બનાવથી વાડીમાં એકલા રહેતા ખેડૂતોમાં ડરનો માહોલ છવાઇ ગયો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch