Sat,21 September 2024,12:43 am
Print
header

ગરબાની પ્રેક્ટિસ કરતા યુવકનું હાર્ટ એટેકથી મોત, ઉંમર હતી માત્ર 24 વર્ષ

જૂનાગઢઃ યુવકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. ગરબાની પ્રેક્ટિસ કરી રહેલા એક યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પહોંચતા જ યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. મૃતકનું નામ ચિરાગ પરમાર છે.

જૂનાગઢના પંચેશ્વર એક્સટેન્શનમાં રહેતા 24 વર્ષના ચિરાગ પરમારનું હાર્ટ એટેકથી મોત થયું છે. ચિરાગના ભાઈના જણાવ્યાં અનુસાક મારો ભાઈ રાત્રે 8 વાગ્યે ગરબા રમવા ગયો હતો. રાત્રે 8.30 વાગ્યાની આસપાસ દાંડિયા રમતા સમયે ચિરાગ બેભાન થઈને જમીન પર પડ્યો હતો. તેને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે ભાનમાં આવ્યો નહીં.

પોસ્ટ મોર્ટમમાં હાર્ટ એટેકનો ખુલાસો

ચિરાગને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ, ડોક્ટરોએ ચિરાગને મૃત જાહેર કર્યો હતો. ભાઈના કહેવા પ્રમાણે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચિરાગને હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

ચિરાગે હંમેશા પુરસ્કારો જીત્યા છે

ચિરાગ છેલ્લા 10 વર્ષથી નવરાત્રી દરમિયાન ગરબા-દાંડિયામાં ભાગ લેતો હતો. આટલા વર્ષો સુધી તે અનેક તહેવારોમાં ભાગ લઈને નંબર વન આવતો હતો. તેને ઘણા પ્રમાણપત્રો અને પુરસ્કારો જીત્યા હતા.

તે એક મહિના અગાઉથી પ્રેક્ટિસ શરૂ કરી દેતો હતો

દાંડિયા ક્લાસના ડાયરેક્ટરના જણાવ્યાં અનુસાર ચિરાગ ઉર્ફે જીગાને ગરબા રમવાનો શોખ હતો.છેલ્લા આઠ-દસ વર્ષથી ગરબા રમે છે. ચિરાગે નવરાત્રીના એક મહિના પહેલા ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch