Fri,15 November 2024,8:20 am
Print
header

અંધશ્રદ્ધામાં એક પિતાએ કરી આ કરતૂત, દીકરીને હવનમાં હાથ નખાવીને ખુલ્લા પગે આગ પર ચલાવી

જૂનાગઢઃ કેશોદ તાલુકાના પીપળી ગામમાં ગજેરા પરિવારની દીકરીમાં ભૂતપ્રેત હોવાનું કહીને માસૂમ પર અત્યાચાર કરાયો છે. દિકરીના પિતા અને ફોઈ સહિત પરિવારના સાત સભ્યોએ અત્યાચાર ગુજાર્યો હતો. સગીરાના જણાવ્યાં અનુસાર મારા પપ્પા, મારા ફોઈ અને પરિવારના સભ્યો મારી બલી ચઢાવવાનું કહેતા હતા.મને હવનમાં હાથ નખાવ્યો, પછી સળગતા કોલસા ઉપર ખુલ્લા પગે ચલાવી હતી. મને બે દિવસ ભૂખી રાખી હતી. માતાની સર્તકતાથી દીકરી બચી ગઇ છે, જો સમયસર માતાએ બચાવી ન હોત તો કદાચ આજે આ દીકરી જીવતી ન હોત. 

પીપળી ગામના ગજેરા પરિવારની પુત્રવધૂ પોતાની ત્રણ દીકરીઓ સાથે પતિથી અલગ રહે છે. ગજેરા પરિવારે ખોડિયાર માતાજીના મંદિરે હવનનું આયોજન કર્યું હતું, જેમાં સમાધાન કરવાનું કહીને માતાને બોલાવી હતી, જેથી માતાએ પહેલા દિવસે બે દીકરીને મોકલી હતી, બીજા દિવસે તે અન્ય એક દીકરીને લઇને આ હવનમાં ગઇ હતી. માતાના જણાવ્યાં અનુસાર પહેલા દિવસે ભૂવાઓએ અને મારા પતિ સહિત સાસરિયાંએ મારી એક દીકરીને ધુણાવી હતી. દીકરીને આગ પર ચલાવી, હવનમાં હાથ નખાવ્યાં, બે દિવસ ભૂખી રાખી હતી. બીજી દીકરીને માર માર્યો હતો, માતાએ તેનો વિરોધ કર્યો તો પતિએ કહ્યું કે મારી દીકરીની  બલી ચઢાવવાની છે તેમ કહીને મને અને દીકરીઓને ઢોર માર માર્યો હતો, ત્યાંથી માંડ બચીને તે દીકરીઓ સાથે હોસ્પિટલ પહોંચી હતી.

આ ઘટના અંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે આ સમાચાર મળ્યાંં તરત જ તપાસના આદેશ આપી દીધા હતા અને જે કોઈ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch