Sun,17 November 2024,12:18 am
Print
header

જૂનાગઢમાં ACBનું ઓપરેશન, કોયલીના તલાટી કમ મંત્રીને રૂપિયા 30 હજારની લાંચમાં ઝડપી લેવાયા

આરોપી જસ્મીન જેસિંગભાઇ ડાંગર જૂનાગઢ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ 

જૂનાગઢઃ એસીબીની ટીમે વધુ એક સરકારી બાબુને લાંચ લેતા ઝડપી લીધા છે. વંથલી બાયપાસ પર આવેલા કોયલી ગામના તલાટી કમ મંત્રી જસ્મીન જેસિંગભાઇ ડાંગર ફરિયાદી પાસેથી રૂપિયા 30 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા છે. આરોપીએ બાંધકામની મંજૂરી આપવા ફરિયાદી પાસેથી લાંચ માંગી હતી.

પ્લોટમાં બાંધકામ કરવાનું હોવાથી ફરિયાદી બાંધકામ મંજૂરી માટે સરપંચ અને તલાટી મંત્રીને મળ્યાં હતા. ત્‍યારે પ્રતિ બ્‍લોક માટે રૂપિયા 7 હજારની લાંચ માંગી હતી, જેમાં 6 હજાર લેખે 30 હજાર રૂપિયાના લાંચ નક્કિ થઇ હતી. ફરિયાદી આ રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. બાદમાં એસીબીએ છટકુ ગોઠવીને જસ્મીન જેસિંગભાઇ ડાંગરને લાંચની રકમ સાથે ઝડપી લીધા છે.

એસીબી પીઆઇ વી.આર.પટેલ અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે. હાલમાં આ કેસમાં ગામના સરપંચની ભૂમિકાની પણ તપાસ જરૂરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch