Sun,17 November 2024,1:49 pm
Print
header

રક્ષાબંધનની તૈયારીઓ, જૂનાગઢમાં ગાયના છાણમાંથી તૈયાર કરી ઇકોફ્રેન્ડલી રાખડી

ગાયના છાણમાંથી તૈયાર થતી રાખડીની ડિમાન્ડમાં થઇ રહ્યો છે વધારો

 

ગીર ગાયના ગોબરમાંથી રાખડી તૈયાર કરીને કર્યું રોજગારીનું નિર્માણ

ખેડૂત પાસે છે 32 ગીર ગાયો કે જેના છાણથી બને છે રાખડી

જૂનાગઢઃ જિલ્લાના કોયલી ગામની પ્રગતિશીલ મહિલા ખેડૂત ભાવનાબહેન ત્રાંબડીયાએ બદલાતા સમય સાથે ઓર્ગેનિક ખેતી અને પશુપાલન થકી આવકની સાથે સફળતાં હાંસલ કરી છે. રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે આ મહિલાએ ગાયના ગોબરમાંથી રાખડીઓ તૈયાર કરી છે. ગૌવંશ પ્રત્યે લોકજાગૃતિ આવે તે માટે રક્ષાબંધનના દિવસે પોતાના ગામમાં ગોબરની રાખડીનું વિતરણ કરીને અનોખી ઉજવણી કરશે.તમે બજારમાં અનેક પ્રકારની રાખડી જોઇ હશે. પણ જૂનાગઢ જિલ્લાના કોયલી ગામમાં રહેતા ભાવનાબહેન ત્રાંબડીયા નામની મહિલા ખેડૂતે ગાયના ગોબરમાંથી રાખડી તૈયાર કરી છે.  

બદલાતા સમય સાથે ઓર્ગેનિક ખેતી અને આધુનિક પધ્ધતિથી પશુપાલન કરાય છે. ભાવનાબહેન પાસે 32 જેટલી ગીરની ગાયો છે. ગાયના છાણમાંથી રાખડી બનાવવાનો વિચાર આવ્યો. જે હવે સફળ રહ્યો છે. ગાય ના ગોબરમાંથી તૈયાર થતી રાખડી પણ ઇકોફ્રેન્ડલી છે. ગાયના ગોબરને સુકવીને પાવડર બનાવી લોટની જેમ બાંધીને વિવિધ ડિઝાઈનના મોલ્ડમાં નાખવાથી એક ડિઝાઈન તૈયાર થાય છે જેને સુકવવામાં આવે છે, આ સુકાઈ ગયેલા ડિઝાઈનના મોલ્ડને કલર કરવામાં આવે છે, પછી તેને અલગ અલગ રીતે શણગારવામાં આવે છે.

આ રાખડી સંપૂર્ણપણે ઈકોફ્રેન્ડલી રાખડી છે, રક્ષાબંધનના દિવસે રાખડી પહેર્યાં બાદ બીજા દિવસે કે થોડા દિવસો પછી રાખડીનું લોકો તુલસી ક્યારે વિસર્જન કરી દેતાં હોય છે, બજારની પ્લાસ્ટીકની રાખડી ફુલછોડને નુકશાન કરે છે, રાખડી ગમે ત્યાં વિસર્જીત કરવામાં આવે તો પણ તે ખાતર બની જાય છે, ફુલછોડ કે પર્યાવરણને કોઈ નુકસાન કરતી નથી. અહીયા વાત માત્ર રાખડી બનાવવાની નથી.ગોબરમાંથી તૈયાર થતી રાખડીના માધ્યમથી ભાવનબહેન મહિલાઓ માટે રોજગારીનું સર્જન પણ કરે છે. તેમણે કોયલી ગામમાં સખી મંડળની રચના કરી છે, બપોરના સમયે પોતાનું ઘરકામ પતાવીને મહિલાઓ ગોબરની રાખડી બનાવે છે. 

ભાવનાબેનની આ પહેલથી ગામની અન્ય મહિલાઓને નવું હુન્નર શીખવા મળ્યું છે સાથે રોજગારી પણ મળી છે. ગામની મહિલાઓ આ રાખડીનું 10 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધીમાં વેચાણ કરશે. રક્ષાબંધનના દિવસે ગાય પ્રત્યે લોકોને પ્રેમભાવ જાગે અને ખેડૂતો ગાય આધારિત ખેતી તરફ વળે તે માટે ગામની મહિલાઓ ગોબર રાખડીનું ગામમાં વિતરણ કરશે. આમ, એક મહિલા ખેડૂત નાનકડા વિચાર થકી ગાયના ગોબરમાંથી ઇકોફ્રેન્ડલી રાખડી તૈયાર કરીને ખેતી અને પશુપાલન સાથે નવા વ્યવસાયની દિશા પણ બતાવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch