Sat,16 November 2024,1:12 am
Print
header

તમિલનાડુના કલ્લાકુરિચીમાં વિદ્યાર્થીનીનાં મોતને લઈને ફાટી નીકળી હિંસા, શાળામાં તોડફોડ બાદ બસો સળગાવી- Gujarat Post

તમિલનાડુઃ કલ્લાકુરિચીમાં ધોરણ 12ની વિદ્યાર્થીનીના મોત બાદ હિંસા ફાટી નીકળી હતી. ગુનેગારોની ધરપકડની માંગ સાથે ગુસ્સે ભરાયેલા લોકોએ વાહનોને આગ ચાંપીને પથ્થરમારો કર્યો હતો. પોલીસે જણાવ્યું કે વિરોધીઓ ચિન્નાસલેમની એક શાળામાં ઘૂસી ગયા હતા, પોલીસ બેરિકેડ તોડી નાખ્યાં હતા, પરિસરમાં પાર્ક કરેલી બસોને આગ ચાંપી દીધી હતી. કેટલાક લોકોએ પોલીસ બસને આગ લગાવી દીધી હતી. પોલીસકર્મીઓએ દેખાવકારોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થોડી જ વારમાં તેઓ ફરી એકઠા થઈ ગયા અને તોડફોડ કરી હતી. પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરીને હિંસા આચરનારાઓને ચેતવણી આપી હતી.  

ચિન્નાસલેમમાં એક ખાનગી રેસિડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કરતી 17 વર્ષની વિદ્યાર્થીની 13 જુલાઈના રોજ હોસ્ટેલ પરિસરમાં મૃત હાલતમાં મળી આવી હતી. ચોલાનગુરીચી જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે ચોલાનગુરીચી, ચિન્નાસલામ, નિનેર પલયમ તાલુકામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તમિલનાડુ શાળા શિક્ષણ વિભાગે કલ્લાકુરિચીના મુખ્ય શિક્ષણ અધિકારીને આ ઘટના અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે યુવતીના મૃત્યું પહેલા તેના શરીર પર ઈજાના નિશાન હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિદ્યાર્થિનીના મૃત્યુ બાદ તેના પરિવારના સભ્યો, સંબંધીઓ અને તેના ગામ પેરીવનાસલુરના લોકો ન્યાયની માંગ સાથે સતત વિરોધ કરી રહ્યાં છે. તેમણે વિદ્યાર્થીના મોતની સીઆઈડી દ્વારા તપાસની માંગ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch