Sat,16 November 2024,4:09 pm
Print
header

કેનેડામાં ગુજરાતી પરિવારના 4 મૃતદેહો મળ્યાં, મોભીએ કહ્યું 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને ઘરના સભ્યો નીકળ્યાં હતા- Gujarat Post

ગાંધીનગરઃ કેનેડા-યુએસ બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં થીજી જતાં 4 ગુજરાતીઓના મોત થઇ ગયાછે તેમના મૃતદેહો મળી આવ્યા છે. તે ગુજરાતનો પટેલ પરિવાર ગાંધીનગરના ડિંગુચાનો અને કલોલમાં રહે છે. ઘરના મોભી જણાવ્યું કે 10 દિવસ પહેલાં કેનેડા જવાનું કહીને નીકળેલો અમારો પરિવાર ગુમ હતો, અમે એમ્બેસીમાં સંપર્ક કરી રહ્યાં હતા. 

રોયલ માઉન્ટેન પોલીસને ચાર મૃતદેહો મળી આવ્યા હતા, અને આ કેસમાં ફ્લોરિડાના એજન્ટ સ્ટીવ સેન્ડની ધરપકડ કરી હતી. આ સમગ્ર મુદ્દે ભારતના વિદેશમંત્રીએ અમેરિકા-કેનેડા બોર્ડર પર ચાર ભારતીયોનાં મોતની નોંધ લીધી હતી.જેમાં ઉત્તર ગુજરાતનો પટેલ પરિવાર હોવાનું બહાર આવ્યું હતું.

કલોલ નવા ડિંગુચા ગામનાં વતની જગદીશભાઈ બળદેવભાઈ પટેલ (ઉ.વ 35) અને તેમના પત્ની વૈશાલીબેન (ઉ.વ 33), પુત્રી વિહંગા (ઉ.વ 12) અને પુત્ર ધાર્મિક (ઉ.વ 3) 10 દિવસ પહેલા અમેરિકા જવા માટે રવાના થયા હતા. 10 દિવસ અગાઉ પુત્ર કેનેડા જવાનું કહેતો હતો, તેની કઈ ખબર નથી કે તેઓ કેવી રીતે જવાના હતા, છેલ્લા બે દિવસથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. હવે આ પરિવારના સભ્યોના મોતથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે. અમેરિકા જવાની લાલચે આ પરિવાર વેરવિખેર થઇ ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch