Mon,18 November 2024,6:21 am
Print
header

સુરત બાદ ગુજરાતના આ શહેરમાં નવા સ્ટ્રેઈન સાથે કોરોનાના લક્ષણો દેખાયા

ગાંધીનગરઃ સુરત પછી પાટનગર ગાંધીનગરમાં કોરોનાના નવા સ્ટ્રેઈનના 2 કેસ સામે આવ્યા છે. નવા સ્ટ્રેઈનના બંને દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. વિદેશી સ્ટ્રેનનાં લક્ષણો બાબતે હાલ તેમનાં સેમ્પલ પુણે મોકલી આપવામાં આવ્યાં છે. આ બંને દર્દીઓ કલોલના રહેવાસી છે અને તેઓ વિદેશથી પરત આવ્યાં હતા. 2 માર્ચે સાઉથ આફ્રિકાથી ગાંધીનગરના કલોલના બોરી‌સણા ખાતેના 31 વર્ષીય યુવાનને કોરોનાનાં લક્ષણો જણાતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. 

9 માર્ચે સુરતમાં પણ કોરોનાના સંક્રમણ સાથે 3 દર્દીઓમાં વિદેશી સ્ટ્રેઈનના લક્ષણો જોવા મળ્યાં છે. UKના 2 અને આફ્રિકન વાઇરસના લક્ષણ ધરાવતા એક દર્દીની ઓળખ થઈ છે. સુરતમાં વિદેશી સ્ટ્રેઇનના લક્ષણ ધરાવતા દર્દી મળતા ચિંતા વધી છે. કોરોનાના વધતા ખતરા વચ્ચે સુરતમાં માસ્ક પહેરવા મનપા કમિશનર દ્વારા અપીલ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના ઘાટલોડિયા, બોડકદેવ, ગોતા વિસ્તારમાં અનેક મકાનો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતા સ્થાનિકો તથા આસપાસના વિસ્તારોમાં પણ કોરોનાના કેસને લઈને ચિંતા જોવા મળી છે. ઘાટલોડિયાના આંકાક્ષા એપાર્ટમેન્ટમાં 36 મકાન, સત્ય એપોર્ટમેન્ટમાં 16 મકાન, બોડકદેવના સુરેલ એપોર્ટમેન્ટમાં 12 મકાનો, શ્રીક્રિષ્ના એપોર્ટમેન્ટમાં 12 મકાન તથા ગોતાના સત્યમેવ વિસ્ટાના 24 મકાનોને માઈક્રો કન્ટેન્મેન્ટમાં મૂકવામાં આવ્યાં છે. ખાસ કરીને શહેરના પશ્વિમ વિસ્તારોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તેને લઈને શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch