Mon,18 November 2024,3:55 am
Print
header

કલ્યાણપુરના TDOનો દારૂ પાર્ટીનો વીડિયો વાઇરલ, પોલીસે શરૂ કરી તપાસ

જામનગરઃ રાજ્યમાં દારુબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ નથી થઇ રહ્યો, પાડોશી રાજ્યોમાંથી મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ ઠલવાઇ રહ્યો છે હવે એક સરકારી કર્મચારીનો દારૂપાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇલર થઇ રહ્યો છે, કલ્યાણપુરના (ટીડીઓ) તાલુકા વિકાસ અધિકારી એમ.કે.મેણાતનો વીડિયો વાઇરલ થયો છે જેમાં તેમની સામે વિદેશી દારૂની એક બોટલ પડેલી છે અને અન્ય વ્યક્તિઓ સાથે બેસીને તેઓ પાર્ટી કરી રહ્યાં છે.

ટીડીઓ એમ.કે.મેણાત આજે નિવૃત થયા છે અને આ સમયે જ તેમની દારૂપાર્ટીનો ભાંડો ફૂટી જતા પોલીસે તપાસ શરૂ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે તેમને નિવૃતિની પાર્ટી આપી હશે. ટીડીઓનો આ વીડિયો સામે આવ્યાં પછી તેમના વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ નારાજ થયા છે હવે આ મામલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. નોંધનિય છે કે રાજ્યમાં અગાઉ પણ અનેક સરકારી કર્મચારીઓના દારૂપાર્ટીના વીડિયો વાઇરલ થયેલા છે જેમાં કેટલાક કિસ્સાઓમાં પોલીસે કાર્યવાહી પણ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch