Fri,15 November 2024,6:16 pm
Print
header

કંડલા પોર્ટ પરથી અંદાજે 8.70 કરોડ રૂપિયાની ઇ-સિગારેટનો જથ્થો જપ્ત- gujarat post

પ્રતિકાત્મક ફોટો 

કચ્છઃ ફરી એક વખત પ્રતિબંધિત ઇ સિગારેટનો મોટો જથ્થો એજન્સીએ જપ્ત કરી લીધો છે, કંડલા પોર્ટ પરથી કસ્ટમ વિભાગે વિદેશથી મંગાવેલી ઇ સિગારેટનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. કંડલા SEZ કસ્ટમે એક કન્ટેનરની તપાસ કરતા તેમાં અંદાજે 8.70 કરોડ રૂપિયાની વિદેશી ઇ સિગારેટ ઝડપાઇ હતી, કન્ટેનરમાંથી 20 હજાર જેટલી ઇ સિગારેટ મળી આવી હતી.

લા સ્પિરિટ નામની કંપનીએ આ કન્ટેનર વિદેશથી મંગાવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, કસ્ટમ વિભાગે 555 બ્રાન્ડના 219 બોક્સ જપ્ત કર્યાં છે, જેમાં અંદાજે 20 હજાર ઇ સિગારેટ છે. જેના પર ભારતમાં પ્રતિબંધ છે.

થોડા દિવસો પહેલા પણ મુદ્રા પોર્ટ અને સુરત સેઝમાંથી કરોડો રૂપિયાની ઇ સિગારેટ જપ્ત કરાઇ હતી, આ વસ્તુ પર પ્રતિબંધ હોવા છંતા કેટલાક કૌભાંડીઓ દ્વારા અન્ય માલની આડમાં આ જથ્થો ભારતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. હાલમાં આ મામલે કસ્ટમ વિભાગે ઉંડી તપાસ હાથ ધરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch