એક આંખ કાઢી નાખી, બીજી આંખમાં ત્રણ ઇંચનો ખીલો માર્યો
કાનપુરઃ જિલ્લાના નરવાલ પોલીસ સ્ટેશન વિસ્તારના બેહટા સકટ ગામમાં સોમવારથી ગુમ થયેલા 9 વર્ષના બાળકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. ગામની બહાર ખેતરમાં તેની નગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. 9 વર્ષના બાળકની હત્યા કરતા પહેલા આરોપીઓએ તેના પર ખૂબ જ ત્રાસ ગુજાર્યો હતો. તેની એક આંખ કાઢી નાખી, બીજી આંખમાં ત્રણ ઇંચનો ખીલો માર્યો હતો.મોઢા પર ઘણી જગ્યાએ સિગારેટ ફોડી હતી. તેને સખત માર મારીને તેના પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.
બાળકના મૃતદેહને ખેતરમાં લાંબો સમય સુધી ખેંચવામાં આવ્યો હતો. તેના ગળા પર જૂતાના નિશાન મળી આવ્યાં છે, આરોપીએ તેના ગળા પર પગ મુકી તેને જમીન પર પછાડ્યો હતો. સ્વજનોએ મૃતદેહ જોયો તો તેઓ ધ્રુજી ઉઠ્યાં હતા. બધાને એક જ સવાલ હતો કે 9 વર્ષના બાળકની આટલી નિર્દયતાથી હત્યા કોણે અને શા માટે કરી હશે.
પોલીસના કહેવા અનુસાર પોસ્ટમોર્ટમ બાદ ખબર પડશે કે બાળક પર બળાત્કાર થયો છે કે કેમ. પુત્રની હત્યાથી તેના માતા-પિતા અને અન્ય બાળકો ડરી ગયા છે. તેમનું કહેવું છે કે તેમને કોઈની સાથે દુશ્મની નથી. અત્યાર સુધી કોઈની સાથે કોઈ વિવાદ થયો નથી. તેમ છતાં બાળકની આ રીતે હત્યા કરવી એ સમજની બહાર છે. પોલીસે ઘટના સ્થળેથી જે દંડો કબ્જે કર્યો છે તેના પર લોહીના નિશાન છે. બાળકના નાજુક ભાગ પર લોહીના ડાઘ પણ જોવા મળ્યા છે.
નજીકના કોઇ વ્યક્તિની સંડોવણી હોવાની શંકા
પોલીસ આસપાસના લોકો સાથે વાત કરીને માહિતી એકઠી કરી રહી છે. કેટલાક લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યાં છે. અત્યાર સુધીની તપાસમાં જે હકીકતો સામે આવી છે તે જોતાં એવી આશંકા છે કે નશાખોરોએ દુષ્કર્મ આચર્યા બાદ બાળકની હત્યા કરી નાખી હતી.આ ઘટના પાછળ કોઈ નજીકના વ્યક્તિનો હાથ હોવાની આશંકા છે. સર્વેલન્સ ટીમ શંકાસ્પદ નંબરો શોધી રહી છે.
પોલીસે બેદરકારી દાખવી હતીઃ પરિવારનો આરોપ
બાળક ગુમ થતાં પરિવારજનો સોમવારે સાંજે પોલીસ ચોંકી પહોંચ્યા હતા. જ્યાંથી તેમને પોલીસ સ્ટેશન મોકલ્યા હતા. પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર લીધા બાદ પોલીસ કર્મીએ પરિવારને કહ્યું કે ઠીક છે અમે તપાસ કરી રહ્યાં છીએ, ત્યાં સુધી તમે લોકો તેને શોધો.જે બાદ સંબંધીઓ પરત આવ્યાં હતા. બાળકની માતાએ જણાવ્યું કે પોલીસ હાથ પર હાથ દઈને બેઠી હતી. મંગળવારે સવારે બાળકનો મૃતદેહ મળી આવતાં પોલીસ આવી પહોંચી હતી. આવી ગંભીર ઘટનામાં પણ પોલીસે બેદરકારી દાખવી હતી.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40