Sat,23 November 2024,3:05 pm
Print
header

કપડવંજમાં બે કર્મચારીઓ ACB ટ્રેપમાં ફસાયા, આટલી નાની રકમ માટે નોકરી જોખમમાં મૂકી

ખેડાઃ ફરીયાદી કપડવંજ યુનીટમાં હોમગાર્ડ સભ્ય તરીકે ફરજ બજાવે છે. કપડવંજ યુનિટ હોમગાર્ડ કચેરી ખાતે ફરજ બજાવતા મનિષકુમાર જયંતિભાઇ ઝાલા, હોમગાર્ડ પ્લાટુન સાર્જન્ટ તથા ઇન્ચાર્જ ઓફીસર, કપડવંજ યુનિટ, નરેન્દ્રકુમાર રયજીભાઇ ઝાલા, હોમગાર્ડ પ્લાટુન સાર્જન્ટ, કપડવંજ યુનિટમાં હોમગાર્ડ સભ્યોની નોકરી ફાળવણીનું કામ કરે છે.

ફરીયાદીને નિયમિત રીતે હોમગાર્ડની ફરજો સોંપવા એક મહિનાના રૂ. 500 લેખે ચાર મહિનાના રૂ. 2,000 ની લાંચની માંગણી બંન્ને આરોપીઓએ કરી હતી. ફરીયાદીએ બહુ વિનંતી કરતાં બન્ને આક્ષેપિતોએ એકબીજાની મદદગારીમાં રહીને રૂ. 1,500 લાંચ પેટે આપવા જણાવ્યું હતું. બાકીના રૂપિયા આવતા મહિનાનો પગાર થાય ત્યારે આપવા જણાવ્યું હતું.

ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ખેડા એ.સી.બી નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. જેમાં આજ રોજ લાંચનું છટકુ ગોઠવતાં  નરેન્દ્રકુમાર રયજીભાઇ ઝાલાએ  લાંચની વાતચીત કરીને રૂ. 1,500 લાંચ પેટે સ્વીકારતા તેના હાલના રહેણાંક સરનામે મકાન નંબર 37, યોગીનગર સોસાયટી, ડાકોર રોડ, કપડવંજમાં ટ્રેપમાં ફસાતા તે સ્થળ પરથી ભાગી ગયેલ છે, મનિષકુમારની અટકાયત કરવામાં આવી છે.

ટ્રેપિંગ અધિકારી: જે. આઇ. પટેલ
પોલીસ ઇન્સ્પેક્ટર, ખેડા એ.સી.બી. પો.સ્ટે., નડીયાદ તથા ટીમ

સુપરવિઝન અધિકારી : કે. બી.ચૂડાસમા
મદદનીશ નિયામક, એ.સી.બી, અમદાવાદ એકમ 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch