Sat,23 November 2024,3:15 am
Print
header

કપડવંજના આ નાલાયક અધિકારીઓ પૈસા માટે તમારો જીવ પણ લઇ શકે છે, કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચારીઓના ત્રાસથી આત્મહત્યા કરી, ધારાસભ્યએ ન્યાયની કરી માંગ

(ભ્રષ્ટ જીગર કડિયાનો ફોટો)

જનસેવક એવા ધારાસભ્ય રાજેશ ઝાલા આ બનાવથી આઘાતમાં, મૃતકના પરિવારને ન્યાય મળે તેવી કરી માંગ

ગુજરાત પોસ્ટ ન્યૂઝ સાથે વાતચીતમાં ધારાસભ્યએ વ્યક્ત કર્યું દુ: ખ

15 દિવસ પહેલા મૃતક કનુભાઇએ ભ્રષ્ટ જીગર કડિયાને હાથ જોડીને બિલ માંગ્યું હતુ, કહ્યું હતું મને હેરાન કરશો તો હું આત્મહત્યા કરી લઇશ તેમ છંતા આ નાલાયક અધિકારીઓને રૂપિયા જ જોઇતા હતા

ખેડાઃ ભાજપ સરકારના રાજમાં ભ્રષ્ટાચાર સામાન્ય વાત બની ગઇ છે, અધિકારીઓ બેફામ બનીને હવે નિર્દોષ લોકોના જીવ લઇ રહ્યાં છે, કપડવંજ તાલુકાના નાનીઝેર પાસે કનુભાઇ પટેલ નામના સબ કોન્ટ્રાકરની લાશ મળી છે, ઝાડ પર લાશ લટકી રહી હતી અને પોલીસે અહીં પહોંચીને લાશ નીચે ઉતારીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. મૃતક કોન્ટ્રાક્ટર પાસેથી એક સ્યૂસાઇડ નોટ પણ મળી છે. જેમાં ભ્રષ્ટ અધિકારીઓના ત્રાસની વાત છે.

આ કેસમાં ભ્રષ્ટાચારી ડે.એન્જિનિયર જીગર કડીયા, એસઓ દિપક ગુપ્તા સહિતના અધિકારીઓને મોત માટે જવાબદાર ગણવામાં આવ્યાં છે. પરિવાર આક્રંદ કરી રહ્યો છે અને ન્યાયની માંગ કરી રહ્યો છે. જ્યારે આ નફ્ફટ અધિકારી જાણ કંઇ બન્યું જ ન હોય તેમ ટીવી ચેનલોને ઇન્ટરવ્યું આપી રહ્યો છે. તેના મોઢા પર જરા પણ પસ્તાવો નથી, સરકારે તેની સંપત્તિની તપાસ કરવી જોઇએ.

આ બાબતમાં કપડવંજ-કઠલાલ બેઠકના ભાજપના ધારાસભ્ય રાજેશ ઝાલાએ જણાવ્યું છે કે મૃતક કોન્ટ્રાક્ટર કનુભાઇ પટેલે પહેલા મારો સંપર્ક કર્યો હતો અને ભ્રષ્ટ ડે.એન્જિનિયર અને એસઓ દ્વારા ઉંચું કમિશન માંગવામાં આવ્યું હોવાની મારી સમક્ષ રજૂઆત કરી હતી, ત્યાર બાદ અમે ઘડિયા-કપડવંજ રોડનું કામ શરૂ કરાવ્યું હતુ, તેમ છંતા આ ભ્રષ્ટ અધિકારીઓએ કનુભાઇને જીવવા ન દીધા, સ્યૂસાઇડ નોટમાં 4-5 લોકોનાં નામો છે, રાજેશ ઝાલાએ કલેક્ટરને પણ આ મામલે રજૂઆત કરીને આરોપીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. આ રોડનું કામ છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહ્યું હતુ, પરંતુ અધિકારીઓ કોઇને કોઇ રીતે હેરાન કરીને કામ કરવા દેતા ન હતા અને માર્ચ પછી બિલ પણ આપ્યું ન હતુ.

ન઼઼ડિયાદ ડાકોર પાલી રોડ ફર્નિસિંગની આઇટમોમાં પણ આ અધિકારીઓએ મોટા ગોટાળા કર્યાંના આક્ષેપો છે, જીગર કડિયા ખુલ્લેઆમ કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા પડાવી રહ્યો છે, કપડવંજ અને આસપાસ થઇ રહેલા રોડના કામોમાં આ ભ્રષ્ટ અધિકારીએ કોઇ કોન્ટ્રાક્ટરોને છોડ્યાં નથી.

અધિકારીઓના ત્રાસથી કોઇએ આત્મહત્યા કરવી પડે તેવી સ્થિતી ઉભી કરનારા આવા નફ્ફટો સામે પોલીસે અને સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઇએ, આ મામલે ખુદ ભાજપના ધારાસભ્ય રાજેશ ઝાલાએ પણ કલેક્ટર સમક્ષ અને સરકાર સમક્ષ મૃતકના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી છે. રાજેશ ઝાલા ખુદ કહી રહ્યાં છે કે જીગર કડિયા ભ્રષ્ટાચારી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch