Sun,23 June 2024,8:37 am
Print
header

કપડવંજઃ સીએમ ભૂપેન્દ્ર પટેલને સંબોધીને લખી છે સ્યૂસાઇડ નોટ, ભ્રષ્ટ સરકારી અધિકારીઓ સામે કાર્યવાહી કરો

ખેડાઃ જિલ્લાની એક સનસનીખેજ ઘટનાએ સૌ કોઇને સ્તબ્ધ કરી દીધા છે, સરકારી અધિકારીઓના ત્રાસથી એક પરિવાર વિખેરાઇ ગયો છે, કનુભાઇ પટેલ નામના સબ કોન્ટ્રાક્ટરે આત્મહત્યા કરી લીધી છે અને સ્યૂસાઇડ નોટમાં લાંચ માંગનારા અને માનસિક ત્રાસ આપનારા અધિકારીઓના નામો લખ્યાં છે.

સ્યૂસાઇડ નોટમાં કપડવંજના આર એન્ડ બીના ડે.એન્જિનિયર જીગર કડિયા, એસઓ દિપક ગુપ્તા, ડી.ઇ સથવારા અને રામ બિલ્ડર્સ લુણાવાડાના નામો છે, આ તમામ લોકો સામે આત્મહત્યા માટે મજબૂર કરવાના આરોપ છે, મૃતક કનુભાઇએ લખ્યું છે કે છેલ્લા એક વર્ષથી હું બિલો માટે ધક્કા ખાઉં છું, આ લોકો મને માનસિક રીતે હેરાન છે અને મારી પાસે મજૂરોને આપવા પણ રૂપિયા નથી, આ સ્થિતી કંટાળીને તેમને આત્મહત્યા કરવા જઇ રહ્યો છું, તેમનો પરિવાર આજે ન્યાયની માંગ કરી રહ્યો છે.

શું બની છે આ ઘટના ?

15 દિવસ પહેલા મૃતક કનુભાઇએ ભ્રષ્ટ જીગર કડિયા સહિતના અધિકારીઓને હાથ જોડીને બિલ માંગ્યું હતુ, કહ્યું હતું મને હેરાન કરશો તો હું આત્મહત્યા કરી લઇશ, તેમ છંતા આ નાલાયક અધિકારીઓને રૂપિયા જ જોઇતા હતા. જેથી તેમને બિલ આપ્યું ન હતુ અને કનુભાઇને આત્મહત્યા કરવા મજબૂર કર્યાં હતા.

નાનીઝેર પાસે કનુભાઇ પટેલની આંબાના ઝાડ પર લાશ લટકી રહી હતી, પોલીસે અહીં પહોંચીને લાશ નીચે ઉતારીને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. મૃતક સબ કોન્ટ્રાક્ટર પાસેથી એક સ્યૂસાઇડ નોટ મળી હતી, જેમાં તેમને પોતાનું દર્દ લખ્યું છે. તમે પણ આ વાંચશો તો ધ્રુજી જશો.

ધારાસભ્ય પણ ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલઘૂમ, પરિવારને ન્યાય આપો

કપડવંજ-કઠલાલ બેઠકના ભાજપના ધારાસભ્ય રાજેશ ઝાલાએ જણાવ્યું છે કે મૃતક કોન્ટ્રાક્ટર કનુભાઇ પટેલે મારો સંપર્ક કર્યો હતો અને ભ્રષ્ટ એન્જિનિયર અને એસઓ દ્વારા મોટી લાંચ માંગવામાં આવી હોવાની મારી સમક્ષ રજૂઆત કરી હતી, ત્યાર બાદ અમે ઘડિયા રોડનું કામ શરૂ કરાવ્યું હતુ, તેમ છંતા આ ભ્રષ્ટ અધિકારીઓએ કનુભાઇને જીવવા ન દીધા, સ્યૂસાઇડ નોટમાં આ  લોકોનાં નામો છે.

પરિવારને ન્યાયની આશા

કનુભાઇના મોત માટે જવાબદાર તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઇએ, ખેડા પોલીસે આ મામલે કોઇને પણ છોડવા જોઇએ નથી, મૃતક કનુભાઇએ સીએમ ભૂપેન્દ્ર પટેલને સંબોધીને એક સ્યૂસાઇડ નોટ લખી છે, જેથી આ મામલે સરકાર પણ પરિવારને ન્યાય આપીને એક દાખલો બેસાડવો જોઇએ અને બેફામ બનેલા આવા અધિકારીઓને સજા થવી જોઇએ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch