Sat,21 September 2024,6:02 am
Print
header

કપડવંજમાં પેટ્રોલપંપ પર યુવકને આવ્યો હાર્ટ-એટેક, બહેનને સાપ કરડ્યો હોવાથી ખબર કાઢવા આવ્યો હતો યુવક

કપડવંજઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ-એટેકનો સિલસિલો યથાવત્ છે. કપડવંજમાં પેટ્રોલપંપ પર રિક્ષા પાસે ઉભેલો યુવક અચાનક ઢળી પડ્યો હતો. યુવકને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત થયું હતું. હાર્ટ-એટેક આવતાં હસમુખ પ્રભાતસિંહ ઝાલા નામના યુવકનું મોત થયું હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું છે. યુવકની બહેનને સાપ કરડ્યો હોવાથી તેની ખબર કાઢવા તે બીજા ગામથી કપડવંજ આવ્યો હતો.

ખેડા જિલ્લાના કપડવંજના સોનીપુરા પાસે આવેલા આસ્થા પેટ્રોલ પંપ પર બપોરે એક રિક્ષા ડીઝલ પુરાવવા આવી હતી. તે દરમિયાન રિક્ષામાંથી બહાર ઊભા રહેલા યુવકને અચાનક હાર્ટ-એટેક આવતાં તે ઢળી પડ્યો હતો.તેના મોતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યાં છે.આ યુવક અરવલ્લી જિલ્લાનો રહેવાસી હતો. પોતાની બહેનને સાપ કરડ્યો હોવાથી કપડવંજ આવ્યો હતો. બહેનની ખબર કાઢીને રિક્ષામાં બેસીને પરત જઈ રહ્યો હતો.

નોંધનિય છે કે રાજકોટ મહાનગર પાલિકામાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર તરીકે ફરજ બજાવતા વી.વી પટેલને હાર્ટએટેક આવતા તેઓનો હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા.વડોદરાની MSUના સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીમાં અભ્યાસ કરતા દીપ ચૌધરી નામના વિદ્યાર્થી હોસ્ટેલમાં મિત્રો સાથે વાત કરતાં-કરતાં અચાનક ઢળી પડ્યો હતો. જે બાદ હોસ્ટેલમાં મિત્રો તેને સયાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા.જ્યાં તબીબે દીપ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો અને ડોક્ટરે તેના મૃત્યું પાછળનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું.

નવસારીની એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ-એટેક આવતા મોત થયું હતું. વિદ્યાર્થિની શાળામાં રિસેસ વખતે સીડી ચઢી રહી હતી ત્યારે જ અચાનક ઢળી પડી હતી. શાળાના શિક્ષકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch