Sat,16 November 2024,3:58 pm
Print
header

કર્ણાટકઃ પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાની પૌત્રીએ ગળાફાંસો ખાધો, CM બોમાઈ પહોંચ્યા હોસ્પિટલ - Gujarat Post

કર્ણાટકઃ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાનો મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે, પોલીસે જણાવ્યું કે તેમની પૌત્રીનો મૃતદેહ બેંગલુરુમાં તેના ઘરેથી મળી આવ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી મુજબ, મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે.

યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાના મૃતદેહને ઓટોપ્સી માટે બેંગલુરૂના બોરીંગ એન્ડ લેડી કર્જન હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. બીએસ યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યા ડૉક્ટર હતી અને તેની ઉંમર 30 વર્ષ હતી. યેદિયુરપ્પાની પૌત્રી સૌંદર્યાના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. તે યેદિયુરપ્પાની મોટી પુત્રી પદ્માની પુત્રી હતી. સૌંદર્યા પરણેલી છે. તે ચાર મહિનાના બાળકની માતા પણ છે.  મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ તેમના કેબિનેટ સાથીદારો સાથે ભાજપના દિગ્ગજ નેતાને સાંત્વના આપવા હોસ્પિટલ પહોંચ્યા હતા.આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch