Fri,15 November 2024,4:51 am
Print
header

કેદારનાથમાં હિમવર્ષાને કારણે તીવ્ર ઠંડીનો ચમકારો, ચાર ધામ યાત્રામાં 21 લોકોનાં મોત

ઉત્તરાખંડઃ કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં બાબાના દરબારમાં ભક્તોની ભીડ સતત પહોંચી રહી છે. હિમવર્ષા અને ઠંડીને કારણે ચારધામમાં યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમ છતાં તેઓ બાબાના દરબારમાં જઈ રહ્યાં છે. સતત ચારધામ પહોંચતા ભક્તોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે જીવ ગુમાવવો પડી રહ્યો છે.

ચારધામ યાત્રાના રૂટ પર અત્યાર સુધીમાં 21 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યાં છે. જેમાં કેદારનાથમાં 8, યમુનોત્રીમાં 6, ગંગોત્રીમાં 4, બદ્રીનાથમાં 3 મુસાફરોએ જીવ ગુમાવ્યાં છે. આરોગ્ય વિભાગના અધિકારીનું કહેવું છે કે વિભાગે 80,000 મુસાફરોની તપાસ કરી છે અને 55 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. આરોગ્યની તમામ વ્યવસ્થા છે. ચારધામ યાત્રા દરમિયાન વિવિધ કારણોસર શ્રદ્ધાળુઓના જીવ અધ્ધર થઈ રહ્યાં છે.

મંત્રી પેમચંદ અગ્રવાલે ચારધામ યાત્રાના રૂટ પર આવતી તમામ નગરપાલિકા સંસ્થાઓના અધિકારીઓ સાથે બેઠક યોજી છે. આ દરમિયાન, તેમણે અધિકારીઓને સૂચના આપી છે કે શહેરી વિકાસના પ્રોજેક્ટ્સ પહાડી શૈલીમાં બનાવવામાં આવે, તેમજ ચાર ધામ યાત્રા માટે તમામ સંસ્થાઓને હેલ્પલાઇન નંબર જારી કરવામાં આવે.

ચાર ધામ યાત્રામાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓ પહોંચી ચૂક્યા છે. સોમવારે 16 હજાર શ્રદ્ધાળુઓ કેદારનાથ પહોંચ્યા હતા. સાથે જ 10 હજાર લોકોએ બદ્રીનાથ ધામની મુલાકાત લીધી છે. કેદારનાથ માટે મંગળવારે 23 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ વખતે રેકોર્ડ બ્રેક શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચી રહ્યાં છે. દરરોજ 13000 થી વધુ યાત્રાળુઓ પહોંચી રહ્યાં છે. અત્યાર સુધીમાં 1,32,552 શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામ પહોંચ્યા છે. ઉત્તરકાશી જિલ્લામાં મુસાફરી દરમિયાન 17 મુસાફરોના મોત થયા છે. જેમાંથી 15 લોકોનાં મોત કાર્ડિયાક અરેસ્ટને કારણે થયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch