Fri,01 November 2024,5:05 pm
Print
header

ભાજપે પેપર ફોડનારાઓને બચાવ્યાં, પરંતુ અમારી સરકાર આવતા જ આ લોકો જશે જેલમાંઃ કેજરીવાલ - Gujarat Post

અમદાવાદઃ આપના સંયોજક અરવિંદ કેજરીવાલે ખાસ કરીને યુવાઓને અને ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપી છે, અમદાવાદ આવેલા કેજરીવાલે કહ્યું કે અમારી સરકાર યુવાઓને રોજગારી આપશે, ભૂતકાળમાં પેપર ફોડનારા આજે બહાર ફરી રહ્યાં છે, તેમને જેલમાં નાખી દઇશું. જનતાને ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવીશું. ગુજરાતમાં અનેક પરીક્ષાઓના પેપરો ફૂટી ગયા અને આ સરકારે માત્ર નામની જ કાર્યવાહી કરી છે, પેપર ફોડ ગેંગના અનેક લોકો આજે બહાર ફરી રહ્યાં છે. લાખો સરકારી નોકરી વાચ્છુકો આજે આ કારણે જ બેકાર છે. આવો અન્યાય સહન કરાશે નહીં.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતમાં બધી બાજુ ભ્રષ્ટાચાર જ છે. આ ભ્રષ્ટ સરકારે ગુજરાતને બરબાદ કરી નાખ્યું છે. પરંતુ અમે ગેરંટી આપીએ છીએ કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ભ્રષ્ટાચાર અને ભયમુક્ત શાસન આપીશું. અમારા મુખ્યમંત્રી, મંત્રી, કે કોઇ અધિકારી ભ્રષ્ટાચાર નહીં કરે. જો કોઇ આવું કરશે તો સીધા જેલ ભેગા થશે. ભાજપે આજ સુધી તેના કોઇ મંત્રીને જેલ નથી મોકલ્યો પરંતુ અમે ભ્રષ્ટાચાર ચલાવી લઇશું નહીં.

કેજરીવાલે ભાજપની ઝાટકણી કાઢતા કહ્યું કે અમે પંજાબ અને દિલ્હીની જેમ પ્રજા માટે કામ કરીશું, ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડીશું અને તેમના ગોરખધંધા બંધ કરાવી દઇશું. બધા જ કૌભાંડોની તપાસ કરાવીશું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch