Fri,01 November 2024,5:03 pm
Print
header

મેઘા પાટકર મામલે ભાજપને આપનો જવાબ, કેજરીવાલે કહ્યું તો શું તમે પાછલા દરવાજેથી સોનિયા ગાંધીને PM બનાવવા માંગો છો ? Gujarat Post

અમદાવાદઃ આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તેમણે પૂરી તાકાત લગાવી દીધી છે. આજે અમદાવાદમાં મીડિયા સાથે વાત કરતા કેજરીવાલે ભાજપ પર જોરદાર પ્રહારો કર્યાં હતા. તેમણે ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ભાજપ પાછલા બારણેથી સોનિયા ગાંધીને વડાપ્રધાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે, આ સાંભળીને સૌ કોઇ હસી રહ્યાં હતા. જો કે તેમને કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યાં હતા અને ભાજપને તેમની જ ભાષામાં જવાબ આપ્યો હતો.

ભાજપના લોકો કહી રહ્યાં છે કે શું મેઘા પાટકર આમ આદમી પાર્ટીના ગુજરાતના સીએમ પદના ઉમેદવાર હશે ? તેના પર મારો જવાબ છે કે મેં એ પણ સાંભળ્યું છે કે મોદીજી પાછલા બારણેથી સોનિયા ગાંધીને પીએમ પદના ઉમેદવાર બનાવી રહ્યાં છે. મેઘા નર્મદા ડેમ વખતે વિસ્થાપિતોની સાથે હતા અને તેમને ગુજરાત વિરોધી ચિતરવામાં આવ્યાં હતા. આવા લોકોને કારણે નર્મદા ડેમની કામગીરી અટકી ગઇ હતી અને હવે તેઓ આપની સાથે છે. જેથી જ ભાજપ હવે આ મામલે આપ પર પ્રહાર કરી રહ્યું છે

કેજરીવાલે કર્યાં આ વાયદા

અમારો કોઈ પણ મુખ્યમંત્રી, મંત્રી, કે કોઈ પણ ધારાસભ્ય હોય, આપણે કોઈને પણ ભ્રષ્ટાચાર કરવા નહીં દઈએ. ભ્રષ્ટાચાર કરશો તો જેલમાં મોકલીશું.

ગુજરાતની જનતાના પૈસા ગુજરાતના વિકાસ પાછળ ખર્ચવામાં આવશે.

તમારી સરકાર બન્યાં બાદ સરકારમાં દરેક વ્યક્તિનું દરેક કામ કોઈ પણ લાંચ વગર થશે.

એવી વ્યવસ્થા કરાશે કે તમારે કામ કરાવવા જવું ન પડે. સરકાર તમારા ઘરે આવશે.દિલ્હીમાં ડોરસ્ટેપ ડિલિવરી સ્કીમ લાગુ છે.

નેતાઓ, મંત્રીઓ, ધારાસભ્યોના તમામ કાળા ધંધા બંધ થશે. ઝેરી દારૂ વેચાઈ રહ્યો છે તે બંધ થશે

પેપર લીક અટકાવવામાં આવશે, અગાઉના પેપર લીકના કેસ ખોલવામાં આવશે, ગુનેગારોને જેલમાં ધકેલી દેવામાં આવશે.

ભાજપના કાર્યકાળ દરમિયાન થયેલા તમામ મોટા કૌભાંડોની તપાસ કરવામાં આવશે. લૂંટેલા પૈસા પરત  મેળવાશે અને એ પૈસાથી તમારી શાળાઓ-હોસ્પિટલો બનશે અને વીજળી-રસ્તાનું કામ થશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch