Sun,27 October 2024,2:05 am
Print
header

કેરળમાં કુદરતનો પ્રકોપ, ભારે વરસાદ બાદ પુરમાં 45 લોકોનાં મોત, કોચ્ચી એરપોર્ટ પાણીમાં

દક્ષિણ ભારતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે સ્થિતિ બગડી છે, કેરળમાં વરસાદી કહેર વરસ્યો છે, અહીના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે, અનેક મકાનો ધરાશાઇ થયા છે, રસ્તાઓ ધોવાઇ ગયા છે અને મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઇ ગઇ છે, કોચ્ચી એરપોર્ટ પર પાણી ભરાઇ જતા અહી પ્લેન પણ પાણીમાં ડૂબેલા જોવા મળ્યાં હતા, બધી જ ફ્લાઇટ રદ્દ કરતા મુસાફરોએ હેરાન થવાનો વારો આવ્યો છે, અંદાજે 25000 લોકોને સલામત સ્થળે સિબિરોમાં ખસેડવામાં આવ્યાં છે. એનડીઆરએફની ટીમો દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે, ખાસ કરીને ગામડાઓમાંથી લોકોને બોટ મારફતે બહાર લાવવા પડી રહ્યાં છે, કારણ કે આ વિસ્તારોમાં વધુ પાણી ભરાયા છે, સ્કૂલો અને કોલેજોમાં 7 દિવસ માટે રજાઓ જાહેર કરી દેવામાં આવી છે અને તંત્ર દ્વારા બચાવ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

વરસાદને કારણે અહીની નદીઓમાં અને ડેમમાં પાણીની જળસપાટી વધી ગઇ છે, કબિની ડેમનું જળસ્તર 46,000 ક્યૂસેક વધી ગયું છે, જેથી ડેમના દરવાજા ખુલ્લા કરી દેવામાં આવ્યાં છે, ડેમની આસપાસના ગામોમાં પણ એલર્ટ કરીને લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch