તિરુવનંતપુરમઃ કેરળમાં કોરોનાની બીજી લહેર ચાલુ છે, તેની વચ્ચે કેરળમાં ઝીકા વાયરસના વધુ 13 કેસ પોઝિટીવ આવતા કેંદ્ર સરકાર દ્રારા કેરળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.કેરળમાં ઝીકા વાયરસના વધતા કેસને ધ્યાનમાં લઈને કેંદ્ર સરકારે સ્થિતિનો તાગ મેળવવા માટે નિષ્ણાંતોની એક ટીમને કેરળ મોકલી છે. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલાવેલા સેમ્પલમાંથી ઝીકા વાયરસના વધુ 13 કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. મહત્વનું છે કે કેરળમાં 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો.
ઝીકા વાયરસના લક્ષણો
ઝીકા વાયરસના લક્ષણો સામાન્ય રીતે, ડેન્ગ્યુ જેવા જ છે. આ વાયરસની અસરથી તાવ આવવો, માથુ દુ:ખવું, શરીર પર ફોલ્લીઓ અને સાંધાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. મચ્છર દ્વારા આ વાઈરસ એકના શરીરમાંથી બીજા વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે.ત્યારે વાયરસના લક્ષણોને ધ્યાનમાં રાખીને આરોગ્યમંત્રીએ જિલ્લા તબીબી અધિકારીઓની બેઠકમાં જણાવ્યું હતું કે, તાવ હોય તેવા સગર્ભા સ્ત્રીઓએ પોતાનું પરીક્ષણ કરાવવું જરૂરી છે.
સગર્ભા સ્ત્રીઓની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે અને આ ચેપને કારણે તેમના નવજાત શિશુને પણ સંક્રમિત કરી શકે છે, જેને પરિણામે ગિલેઇન-બેરે સિન્ડ્રોમ ને કારણે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. ઉપરાંત નવજાત શિશુમાં માઇક્રોસેફેલી જેવી જન્મજાત ખામી પણ પેદા કરી શકે છે, જે મગજના વિકાસને અસર કરશે. રાજ્ય સરકારના જણાવ્યાં અનુસાર “નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવેલા 19 સેમ્પલમાંથી 13 ઝીકા વાયરસના કેસ પોઝિટીવ આવતા કેંદ્ર સરકાર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે જણાવ્યું કે, “ઝીકા વાયરસના ફેલાવાને અંકુશમાં લેવા એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે, જેનાથી આ વાયરસને અંકુશમાં કરી શકાશે આવા સમયે તાવ આવે તો સગર્ભા સ્ત્રીઓએ જાતે પરીક્ષણ કરાવવું હિતાવહ છેે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58