Fri,15 November 2024,5:19 am
Print
header

કેરળમાં પ્રવાસીઓથી ભરેલી બોટ પલટી, 21 લોકોનાં મોત, મૃતકોમાં મોટાભાગના બાળકો હતા

કેરળ: મલપ્પુરમ જિલ્લાના તનુર પાસે એક ભયાનક અકસ્માત થયો છે. એક પ્રવાસી બોટ પલટી જતા 21 લોકોનાં મોત થઇ ગયા છે. મંત્રી વી અબ્દુરહમાને માહિતી આપી છે કે મલપ્પુરમ જિલ્લામાં બોટ પલટી જવાથી મૃત્યુઆંક વધીને 21 થઈ ગયો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે કેરળના મલપ્પુરમમાં બોટ દુર્ઘટનામાં લોકોના મોતથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખની સહાય આપવામાં આવશે.

મૃતકોમાં મોટાભાગના બાળકો

કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર વિસ્તારમાં તુવાલાથિરમ બીચ નજીક રવિવારે સાંજે લગભગ 30 મુસાફરોને લઈને જતી હાઉસબોટ પલટી અને ડૂબી જતાં 21 લોકોના મોત થયા હતા, કેરળના રમતગમત પ્રધાન વી અબ્દુરહીમાને જેઓ પર્યટનમંત્રી પીએ મોહમ્મદ રિયાસ સાથે બચાવ કામગીરીનું સંકલન કરી રહ્યાં છે, મૃતકોમાં મોટાભાગના બાળકો હતા,જેઓ શાળાની રજાઓ દરમિયાન સવારી માટે આવ્યા હતા.વધુ પીડિતો બોટની નીચે ફસાયેલા હોવાની શક્યતા છે બચાવ કામગીરી હાથ ધરાઇ છે. બોટ કેવી રીતે પલટી ગઈ તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch