નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ રવિવારે બિહારના પટનામાં એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે આપેલા નિવેદનથી વિવાદ થયો છે. ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન વિશેની આ અપમાનજનક ટિપ્પણી સામે આજે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. ભાજપે કહ્યું કે,કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પટનામાં નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ પિતા વિશે કરવામાં આવેલી અપમાનજનક, અભદ્ર અને વાંધાજનક ટિપ્પણીનો વિરોધ કરવા માટે પાર્ટી દેશભરના તમામ રાજ્ય મુખ્યાલયો પર દેખાવો કરશે.

બિહારના પ્રથમ મુખ્યમંત્રી શ્રી કૃષ્ણસિંહની જન્મજયંતિ નિમિત્તે પટનામાં એક કાર્યક્રમમાં ખડગેએ એવું કહીને વિવાદ ઉભો કર્યો હતો કે, મોદીનો બાપ પણ જેલમાં જશે. ખડગેએ આ ટિપ્પણી મોદી સમર્થકોના જવાબમાં કરી હતી, જે કહેતા હતા તે મોદીને કંઇ થવાનું નથી.

સભામાં મોદી મોદીના નારા લાગતા ખડગે ગુસ્સે થયા હતા.

ભાજપે કહ્યું કે કોંગ્રેસ પ્રમુખની ટિપ્પણીઓ ખૂબ જ વાંધાજનક છે અને વડાપ્રધાનના પરિવારની ગરિમા પર હુમલો છે.તેમણે રાજકીય ચર્ચાની બધી મર્યાદાઓ પાર કરી દીધી છે.