Sat,16 November 2024,6:31 am
Print
header

ખેડા જિલ્લામાં દારૂની રેલમછેલ, કપડવંજના આંતરસુંબાના પોલ્ટ્રી ફાર્મમાંથી ઝડપાઇ દારૂની 500 થી વધુ પેટી- Gujarat Post

ખેડાઃ જિલ્લામાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે, દારૂબંધીના નિયમોના ધજાગરા થઇ રહ્યાં છે. કોઇને કોઇ રીતે અહીં દારૂ લવાઇ રહ્યો છે, કપડવંજ ટાઉન પોલીસ અને આતરસુંબા પોલીસે એક પોલ્ટ્રી ફાર્મમાંથી 507 પેટી વિદેશી દારૂ ઝડપી લીધો છે. સાથે જ બુટલેગર વિરલ પરીખની પણ ધરપકડ કરાઇ છે. પોલીસ અન્ય આરોપી પિન્ટુ પટેલને શોધી રહી છે.

પોલીસને બાતમી હતી કે પોલ્ટ્રી ફાર્મની આડમાં અહીં વિદેશી દારૂ આવી રહ્યો છે, જેથી પોલીસે અહીં દરોડા કર્યાં હતા, જેમાં અંદાજે 19 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લીધો છે. કપડવંજ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બુટલેગરો બેફામ બની રહ્યાં છે અને અહીં મોટી માત્રામાં દારૂ લાવવામાં આવી રહ્યો છે. 

સ્થાનિક લોકોમાં પણ દારૂના વેપાર સામે આક્રોશ છે, અહીંનું યુવાધન બરબાદ થઇ રહ્યું છે, ત્યારે જો આગામી સમયમાં પોલીસ વધારે કડક નહીં બને તો આમ જ દારૂ આવતો રહેશે અને બુટલેગરો બેફામ બનતા રહેશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch