Fri,01 November 2024,2:59 pm
Print
header

કપડવંજ-કઠલાલમાં ભાજપના વર્ષો જૂના કાર્યકરો હાંસિયામાં ધકેલાયા, થોડા સમય પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા રાજેશ ઝાલાને ટિકિટ- Gujarat Post News

ખેડાઃ ભાજપે આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને તેના ઉમેદવારો જાહેર કરી દીધા છે, જેમાં અનેક યુવા અને કોંગ્રસમાંથી પક્ષપલટો કરીને આવેલા નેતાઓને ટિકિટ અપાઇ છે, કપડવંજ-કઠલાલ વિધાનસભા બેઠક પર ભાજપે વર્ષો જૂના કાર્યકરોને સાઇડ લાઇન કર્યાં છે, આ બેઠક પર 30 લોકોએ ટિકિટની માંગ કરી હતી, જેમાં હવે થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા રાજેશ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે.

ભાજપે આ વખતે અહીં રાજેશ ઝાલા પર દાવ ખેલ્યો છે, તેમની સામે કોંગ્રેસ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી શકે છે, હાલમાં આ બેઠક પર કોંગ્રેસના સિટિંગ ધારાસભ્ય કાળુસિંહ ડાભી પ્રબળ દાવેદાર છે. 

ભાજપ કાર્યકર્તાઓની માંગ હતી કે આ વખતે કપડવંજમાંથી કોઇ મજબૂત નેતાને ટિકિટ આપવામાં આવે, કારણ કે આ બેઠક ભાજપ માટે માથાનો દુખાવો છે, અહીં કોંગ્રેસની પક્કડ મજબૂત છે, તેમ છંતા ભાજપે યુવા નેતા રાજેશ ઝાલાને ટિકિટ આપીને દાવ ખેલ્યો છે. જેના કારણે નારાજ ભાજપના કેટલાક નેતાઓ નિષ્ક્રીય થઇ શકે છે, જેનો સીધો લાભ કોંગ્રેસને થઇ શકે છે. ભાજપના કેટલાક નેતાઓએ રાજેશ ઝાલાને ટિકિટ ન આપવા કમલમ ગાંધીનગર સુધી રજૂઆતો પણ કરી હતી.

જો કે સ્થાનિકોમાં રાજેશ ઝાલાની કામગીરીને લઇને સારી છબી હોવાથી તેઓને જીત સુધી પહોંચવામાં વધુ મહેનત નહીં કરવી પડે. સાથે જ ભાજપના ઉચ્ચ નેતાઓ પણ આ બેઠક પર ખાસ ધ્યાન આપી રહ્યાં છે.

tps://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch