Sat,21 September 2024,6:10 am
Print
header

કપડવંજના સુણંદા ગામના 10 લોકોની મધરાતે કરાઈ હતી અંતિમવિધિ, એક જ પરિવારના 6 લોકોનાં મોતથી હૈયાફાટ રૂદન

કપડવંજઃ બગોદરા-બાવળા હાઈવે પર થયેલા ભયાનક અકસ્માતમાં જીવ ગુમાવનાર ઝાલા પરિવાર કપડવંજ તાલુકાના સુણંદા ગામનો વતની હતા. તમામ મૃતદેહોને પોલીસે પરિવારજનોને સોંપાયા હતા. આ ઘટના બાદ આખા ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. મોડી રાત્રે એકી સાથે વાહનોનો ખડકલો ગામમાં આવતાં ગામમાં હૈયાફાટ રુદનના દ્રશ્યો સર્જાયા હતા.

મૃતક પરિવારના ઘર બહાર એક બાદ એક મૃતદેહોને વાહનમાંથી બહાર કાઢતા પરિવાર અને ગામજનોમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. 6 વ્યક્તિઓ સુણંદા ગામના, 3 વ્યક્તિઓ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના, એક કઠલાલ તાલુકા હતા, તમામે તમામ કૌટુંબિક સગા થાય છે. એક જ પરિવારના 6 લોકોના મોતથી આખું ગામ હીબકે ચઢ્યું હતું.

મોડી રાત્રે મૃતદેહો લઇ આવતાં પરિવારજનોએ રાત્રે જ અંતિમ સંસ્કાર વિધી કરવાનો નિર્ણય લીધો હતો. આખું ગામ મૃતકોની અંતિમ યાત્રામાં જોડાયું હતું. અંતિમ વિધિ માટે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. કપડવંજ અને બાલાસિનોરના લોકો છોટાહાથી લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરતા 10 લોકોને કાળ ભરખી ગયો હતો.

મૃતકોમાં પ્રહલાદકુમાર મહેન્દ્રભાઈ ઝાલા (ઉં.વ 19), રઈબેન માધાભાઈ મગભાઈ ઝાલા (ઉં.વ 43), વિશાલકુમાર હિંમતભાઈ ઝાલા (ઉં.વ 9), ગીતાબેન હિંમતભાઈ કાળાભાઈ ઝાલા (ઉં.વ 18), શાંતાબેન અભેસિંહ સોલંકી, વૃષ્ટિબેન હિંમતભાઈ કાળાભાઈ ઝાલા (ઉં.વ 7), જાનકીબેન જશવંતભાઈ સોલંકી, લીલાબેન બાલાજી પરમાર, કાંતાબેન જુવાનસિંહ ઝાલા (ઉં.વ 45), અભેસિંહ ભેમાભાઈ સોલંકીનો સમાવેશ થાય છે.

અકસ્માતને લઈને CM ભૂપેન્દ્ર પટેલ અને વડાપ્રધાન મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. PMOએ ટ્વીટમાં લખ્યુ હતું કે અમદાવાદ જિલ્લાના બાવળા-બગોદરા હાઈવે પર બનેલી માર્ગ દુર્ઘટનાથી દુઃખી છું, શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. ઘાયલો જલદી સાજા થાય, સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે. PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂપિયા 2 લાખ આપવામાં આવશે તેમજ ઘાયલોને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch