Sat,16 November 2024,12:27 pm
Print
header

ખેડાઃ રૂ. 15 હજારની લાંચ માંગનારા તત્કાલિન મહિલા મામલતદારને 4 વર્ષની જેલની સજા- Gujarat Post

ખેડા ACB ની મહેનત રંગ લાવી 

ભ્રષ્ટ મહિલા અધિકારીને કોર્ટે ફટકારી સજા

તમે પણ આવા અધિકારીઓ સામે એસીબીમાં કરો ફરિયાદ

ખેડાઃ એસીબીને વધુ એક મોટી સફળતા મળી છે, 2013માં ફરિયાદી પાસે 15 હજાર રૂપિયાની લાંચ માંગવાના કેસમાં કોર્ટે તત્કાલિન મહિલા મામલતદારને 4 વર્ષની જેલની સજા ફટકારી છે. મહેમદાવાદના તત્કાલિન મહિલા મામલતદાર કાનન શાહ અને તેમના ઓપરેટર સમીર ખાનને 4 વર્ષની જેલની સજાનો આદેશ કરાયો છે

નડિયાદની સ્પેશિયલ કોર્ટ દ્વારા કાનન શાહને 4 વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ, કોમ્પ્યુટર ઓપરેટર સમીરખાન પઠાણને 4 વર્ષની કેદની સજા અને રૂ.15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2013 માં જમીનની કાચી નોંધમાંથી પાકી નોંધ કરવા રૂ.15 હજારની લાંચની માંગણી કરી હતી. ત્યારે ખેડા એસીબીએ લાંચની માંગણીનો વોઇસ રેકોર્ડ કોર્ટમાં રજૂ કર્યો હતો, તથા અન્ય પુરાવાને આધારે કોર્ટે સજા સંભળાવી છે.ત્યારે કોર્ટના આ આદેશ બાદ અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. પ્રજા પણ હવે જાગૃત હોવાથી ભ્રષ્ટાચાર સામેની લડત મજબૂત બની રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch