Sat,16 November 2024,2:06 pm
Print
header

દાદીની હેવાનિયત, ખેડબ્રહ્મામાં દોઢ વર્ષના પૌત્રની કરી નાખી ક્રૂર હત્યા, માથામાં બોથડ પદાર્થ માર્યો પછી.. Gujarat Post

ખેડબ્રહ્માઃ દોઢ વર્ષના પૌત્રને માથામાં બોથડ પદાર્થ મારીને બાદમાં જમીન પર પછાડી પછાડીને મોતને ઘાટ ઉતારનાર દાદી સામે હત્યાનો ગુનો નોંધીને પોલીસે દાદીની ધરપકડ કરી છે. બાળકના અંતિમ સંસ્કાર બાદ દાદી તેના પિયર જતી રહી હતી, પાડોશીઓ અને પૌત્રએ હત્યાનો ભાંડો ફોડતાં આખરે સત્ય સામે આવ્યું હતુ. 

ખેડબ્રહ્મામાં રહેતા મુકેશ ઠાકોરના પિતા 10 વર્ષ પહેલા ક્યાંક જતા રહેલા હોવાથી તેમની માતા ચંદ્રિકાબેન ઉર્ફે શીરમીબેને ખેડબ્રહ્માના વિજય રાવલ સાથે બીજા લગ્ન કર્યાં હતા, તેઓ મૂળ સિદ્ધપુરના કનેસરાના રહેવાસી છે. મુકેશના વીના સાથે લગ્ન થયા બાદ તેમને બે બાળકો થયા હતા, ત્રણ મહિનાથી વીનાબેન 4 વર્ષના ઋત્વિક અને દોઢ વર્ષના શૈલેષને મૂકીને પિયર જતા રહ્યાં હતા. મુકેશ મજૂરી કામે રાજસ્થાન જતો હોવાથી બંને બાળકોને તેમની માતા પાસે મૂકીને જતો હતો.

મુકેશની બહેને ફોન કરીને જાણ કરી કે તારો દીકરો બીમાર પડતાં શ્વાસ છોડી દીધો છે. મુકેશ ઉદેપુરથી ખેડબ્રહ્મા સિવિલમાં પહોંચ્યો હતો. જ્યાં મોટા દીકરા ઋત્વિકના મોઢા પર અને શરીરે પર ઇજાઓ હતી, નાના દીકરા શૈલેષને પીએમ રૂમમાં રાખવામાં આવ્યો હતો. મુકેશની બહેને જણાવ્યું કે બંને છોકરા સાંજે ઘરની બહાર રમતા હતા, અંધારૂ થતાં જમાડીને ખાટલામાં સૂવાડ્યા બાદ શૈલેષના મોઢામાંથી લાળ ટપકવા માંડી હતી, ખેડબ્રહ્મા સિવિલમાં લાવતા તેનું મોત થયું હતું.

મુકેશે મોટા પુત્રને આ બાબતે પૂછતા દાદીએ મને માર્યો અને શૈલેષને મારી નાખ્યો કહેતા અને પ્રાથમિક પીએમ રિપોર્ટમાં માથામાં ઇજા થવાથી મોત થયું હોવાનું બહાર આવ્યું હતું. મુકેશે તેની માતા ચંદ્રિકાબેન સામે હત્યા કર્યાંની ફરિયાદ નોંધાવી હતી. જેને આકરી પૂછપરછમાં પોતાનો ગુનો કબૂલ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch