Sat,16 November 2024,6:23 pm
Print
header

ડાયરામાં કોરોનાને આમંત્રણ, મંત્રી અને ધારાસભ્યની હાજરીમાં કિર્તીદાન ગઢવીએ ભેગી કરી ભીડ- Gujarat post

આણંદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. લોકો પણ કેસ વધતા હોવાથી ચિંતામાં છે ત્યારે ખંભાતના કલમસરમાં કોરોના મહામારીમાં પણ લોકગાયક કિર્તીદાન ગઢવીનો  લોક ડાયરો યોજાયો હતો,જ્યાં તેમના પ્રશંસકો સ્વાભાવિક રીતે ભેગા થયા હતા. જુસ્સામાં આવીને રૂપિયાનો વરસાદ કર્યો હતો. કોરોના મહામારી દરમિયાન ભીડ એકઠી કરીને કોરોનાના નિયમોના ધજાગરા ઉડાડવામાં આવ્યાં છે.

ખંભાતના કલમસરમાં લોક કલાકાર કિર્તીદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો ગુજરાત સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને ખંભાતના ભાજપના ધારાસભ્ય મયુર રાવલ આ ડાયરામાં ઉપસ્થિત રહ્યાં હતા. ડાયરામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈ પાલન થયું નથી.

લોક ગાયક કિર્તીદાન ગઢવીની લોક ચાહના ગુજરાત જ સહિત દેશ અને વિદેશમાં પણ એટલી બધી છે કે તેઓ ડાયરા માટે જાણીતા છે.ત્યારે આણંદના કલમસરમાં કિર્તીદાન ગઢવીના એક કાર્યક્રમમાં રૂપિયાનો વરસાદ થયો હતો. ડાયરામાં ઉપસ્થિત લોકોએ તેમના કાર્યક્રમમાં રૂપિયા વરસાવ્યાં હતા. કોરોના નિયમોના સરેઆમ ધજાગરા ઉડ્યા હતા. ધારાસભ્ય મયુર રાવલે જાતે ડાયરામાં રૂપિયા ઉડાવ્યાં હતા. કિર્તીદાન ગઢવી પર રૂપિયા ઉડાડતો ધારાસભ્યનો વીડિયો વાયરલ થતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે કે આ લોકો જ કોરોનાને આમંત્રણ આપી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch