Sun,17 November 2024,6:56 pm
Print
header

માસ્ક ન પહેરવા બદલ અમદાવાદીઓએ એક વર્ષમાં કેટલો ભર્યો દંડ ? આંકડો જાણીને આંખો થઇ જશે પહોળી

(ફાઈલ તસવીર)

અમદાવાદઃ કોરોનાની બીજી લહેર ધીમે ધીમે ઓસરી રહી છે ત્યારે રાજ્ય સરકારે હવે માસ્ક નહીં પહેરવાનો દંડમાં ઘટાડો કરવા નક્કી કર્યુ છે. માસ્ક નહી પહરવાનો દંડ હવે 1 હજાર નહી પરંતુ રૂપિયા 500 લેવાશે. આ મુદ્દે સરકાર હાઇકોર્ટમાં રજૂઆત કરશે. માસ્કના નામે કરોડો રૂપિયા દંડ પેટે ઉઘરાવ્યાં બાદ સરકારે જાણે દંડ ઘટાડવા રાજકીય ત્રાગું રચ્યું છે. કોરોનાના કેસો વધતાં સરકારે માસ્ક પહેરવાનુ ફરજિયાત બનાવ્યુ હતું.એટલું જ નહીં માસ્ક પહેરવામાં લાપરવાહી દાખવનારાને રૂ.1000 દંડ ફટકારવા સરકારે નક્કી કર્યું હતું.

આ દરમિયાન ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ અમદાવાદના લોકોએ 51 કરોડથી વધુ દંડ માસ્ક પેટે ભર્યો છે અમદાવાદ સિટી પોલીસના આંકડા મુજબ 1 જૂન 2020 થી 21 જૂન 2021 સુધી 6.46 લાખ લોકોએ માસ્ક ન પહેરવા બદલ 51.62 કરોડ રૂપિયા દંડ પેટે ભર્યાં છે. સૌથી વધુ 1.20 લાખ લોકોએ જુલાઈ 2020માં દંડ ભર્યો હતો. આ સમયે ગુજરાતમાં કોવિડની સ્થિતિ સુધરી હતી સુઓમોટો અરજીની સુનાવણીમાં ગુજરાત હાઇકોર્ટે ટકોર કર્યા બાદ પોલીસે કડક કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું. તે મહિનાની તારીખ 12 જુલાઈ, 2020ના રોજ ગુજરાત સરકારે માસ્કનો દંડ 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કર્યો હતો.

ઓક્ટોબર 2020માં માસ્ક ન પહેરવાના દંડ બદલ 45636 લોકોને દંડ કરાયો હતો.જે બાદ નવેમ્બરમાં 26,207 લોકોને માસ્ક પહેર્યાં વગર આંટા ફેરા મારવા બદલ દંડ કરવામાં આવ્યો હતો. નવેમ્બર અને ડિસેમ્બરમાં મળીને પોલીસે 1.04 લાખ લોકોને માસ્ક ન પહેરવા બદલ સકંજામાં લીધા હતા. ફેબ્રુઆરી 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે માત્ર 7925 લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જે અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો છે. પરંતુ તે બાદ કોવિડની બીજી લહેરનો કહેર વધવાની સાથે પોલીસે મોટા પાયે અભિયાન શરૂ કર્યુ હતું. એપ્રિલ 2021માં 52,311 કેસ અને મે 2021માં 56,725 કેસ નોંધવામાં આવ્યાં હતા. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch