Sat,21 September 2024,6:08 am
Print
header

ભૂલમાં દારૂ પી ગયા....વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ ચરણામૃત સમજીને દારૂ પી ગયા !

નર્મદાઃ આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓએ આદિવાસી વિસ્તારોમાં ઉજવણી કરી હતી. નર્મદાના ડેડિયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. આદિવાસી સમાજની પરંપરા પ્રમાણે ધરતીમાતાને દેશી દારૂનો અભિષેક કરવામાં આવ્યો હતો. જો કે કૃષિમંત્રીને એમ લાગ્યું કે આ પ્રસાદીમાં અપાતું ચરણામૃત હશે અને તેઓ દેશી દારૂની પ્રસાદીને ચરણામૃત સમજીને પી ગયા હતા. ત્યાર બાદ બાજુમાં ઊભેલી વ્યક્તિએ મંત્રીને કહ્યું કે આ તો ધરતીમાતાને અર્પણ કરવાનું છે ત્યારે મંત્રી રાઘવજી પટેલને પોતાની ભૂલ સમજાઈ હતી.

તેમણે નિખાલસ રીતે કબૂલાત કરતાં કહ્યું, મને અહીંની પરંપરાઓ વિશે વધુ જ્ઞાન નથી. અહીની વિધિ અને રિવાજોથી હું અજાણ છું. પહેલી વખત હું અહીં આવ્યો છું. અમારે ત્યાં ચરણામૃતને હાથમાં આપતા હોય છે. એટલે મેં ચરણામૃત ચાખ્યું, પરંતુ એ હકીકતમાં ધરતીમાં અર્પણ કરવાનું હતું. મારા ખ્યાલ બહારની આ વાત હતી એટલે આવું થયું. ઘણી વખત એવું બનતું હોય છે કે નેતાઓ ભૂલ કરીને ભૂલને સ્વીકારતા નથી, પરંતુ રાઘવજી પટેલે પોતાના પદની ગરિમા જાળવી રાખીને પોતાની ભૂલ સ્વીકારી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch