Mon,18 November 2024,11:28 am
Print
header

શાલિની હત્યાકાંડમાં આવ્યો નવો વળાંક, જાણો આ કાવતરું કોને કોને મળીને ઘડ્યું હતું

સુરતઃ થોડા દિવસ પહેલાં મહિલાના પતિએ તેના એક મિત્ર સાથે મળીને પોતાની જ પત્નીની હત્યા કરી નાખી હતી. તેમાં સસરા અને નણંદની પણ ભૂમિકા પોલીસ તપાસમાં બહાર આવી છે. દહેજ માટે ત્રાસ ગુજારવા સાથે હત્યાના કાવતરાંમાં બંનેની સંડોવણીનો ઘટસ્ફોટ થયો છે. સસરા અને નણંદ બંને ભાગી ગયા હોવાથી પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ હત્યારા પતિ અને તેના સાગરિતના પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવીને પૂછપરછ આદરી છે.

કુંભારિયા ગામ ફેડરલ બેંક પાસે સારથી રેસિડન્સીમાં રહેતા અનુજકુમાર સોહન યાદવે પત્ની શાલિનીની ઘાતકી હત્યા કરી દીધી હતી. હત્યાનો પ્લાન બનાવીને સમગ્ર બનાવને અકસ્માત થયો હોવાની થીયરી રજૂ કરીને પોલીસને ગેરમાર્ગે દોરી હતી. આખરે પિયરિયાના આક્ષેપો બાદ પોલીસે કરેલી તપાસમાં શાલિનીની હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. હત્યા માટે અનુજે પિતાની સિક્યોરિટી કંપનીમાં અગાઉ નોકરી કરી ચૂકેલા નઇમ ઉર્ફે પપ્પુ ઉસ્માન ઇસ્લામની મદદ લીધી હતી. બંનેએ મળીને શાલિનીનું ગળું દબાવી દીધું હતુ બાદમાં તેને ટ્રક નીચે ફેંકી દેવાઇ હતી.

પુણા પોલીસે પતિ અનુજ અને નઇમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ તપાસમાં મૃતકના સસરા સોહનસિંઘ અને નણંદ નીરૂ ઉર્ફે પૂજા યાદવની ભૂમિકા પણ બહાર આવી છે.બંને અનુજ સાથે શાલિનીને દહેજ માટે ત્રાસ આપતા હતા, હત્યાના કાવતરામાં પણ બંને સામેલ હોવાનું ખૂલ્યું છે. અનુજ, નીરૂ અને સોહનસિંઘને એવો ડર હતો કે અનુજની પત્ની શાલિની આગામી દિવસોમાં તેમની વિરૂદ્ધ ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવશે, તેમજ ભરણપોષણની રકમ પણ ચૂકવી પડશે. જેથી કાંટો કાઢી નાંખવામાં આવે તો ગુનાથી બચી શકાય, જેથી આ નરાધમોએ હત્યાનું મોટું ષડયંત્ર કર્યું હતુ 

અગાઉથી વીમો લઇ લેવામાં આવે તો મૃત્યું પછી વીમાની મોટી રકમમાં ફાયદો મળશે એવું તેઓ વચ્ચે નક્કી થયું હતુ. શાલીનીની હત્યાનો પ્લાન ઘડનારા સસરા સોહનસિંઘ અને નણંદ નીરૂ પ્રાથમિક તપાસમાં યુપી ભાગી ગયા હોવાનું બહાર આવ્યું છે. સુરત પોલીસે તેઓની શોધખોળ આદરી છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch