Tue,17 September 2024,2:16 am
Print
header

ગુજરાતમાં કામ કરતા આ IRS અધિકારી પોતાને PM મોદીથી પણ ઉંચા ગણે છે ! જાણો વેપારીઓ સાથેની બેઠકમાં શું નાટક કર્યું ?

(બેઠકમાં રૌફ જમાવી રહેલા કમિશનર આનંદકુમારનો ફોટો)

ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોશિએશનની બેઠકમાં થયું મોટું નાટક !

નિર્દોષ વેપારીને ગમે તેમ બોલી રહ્યાં છે કચ્છના CGST કમિશનર

કમિશનર સાહેબ બતાવી રહ્યાં છે પોતાની ખુરશીનો પાવર !

શું તમને મનમાની કરવાની છૂટ આપી દેવામાં આવી છે ? વેપારીઓની અહીં કોઇ ઇજ્જત નથી !

ભૂજઃ ફરી એક વખત કચ્છમાં ફરજ બજાવતા એક આઇઆરએસ અધિકારી વિવાદમાં આવ્યાં છે, અગાઉ પોતાના નિવેદનોને કારણે ચર્ચાસ્પદ બનેલા આઇઆરએસ અધિકારી અને સેન્ટ્રલ જીએસટી કચ્છના કમિશનર પી.આનંદકુમાર ફરીથી ચર્ચાઓમાં આવ્યાં છે. ભૂજમાં બજેટ 2024 ની હાઇલાઇટ્સનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં વેપારીઓ અને સીજીએસટીના અધિકારીઓની હાજરી હતી, દરમિયાન એક વેપારીએ કમિશનર પી.આનંદકુમારની બેઠકમાં જ જોરદાર ઝાટકણી કાઢી નાખી હતી, આ વેપારી ઉંમર લાયક હતા અને તેમને આ સરકારી બાબુની એટલા માટે ઝાટકણી કાઢી કે કમિશનર પી.આનંદકુમારે અંદાજે 100થી વધુ વેપારીઓને રાહ જોવડાવી અને પછી તેઓ પ્રગટ થયા અને પોતાના જ વિભાગના અધિકારીઓ પર ગુસ્સો કરી રહ્યાં હતા અને મૂળ કાર્યક્રમ ભૂલીને અહીં રૌફ દેખાડી રહ્યાં હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો નું ઉદાહરણ આપીને તેમની સાથે પોતાની કરી સરખામણી

હું પણ મોદી જેવું જ કરવાનું વિચારતો હતો, કહીને પી.આનંદકુમારે પોતાનો વટ પાડવાનો પ્રયાસ કર્યો

ગુસ્સે ભરાયેલા વેપારીની માફી માંગવાની જગ્યાએ પી.આનંદકુમારે વડાપ્રધાન મોદીની વાતો કરવાનું ચાલુ કરી દીધું, લાજવાને બદલે આ મહાશય ગાજવા લાગ્યા અને બોલ્યાં કે જેમ વડાપ્રધાન મોદી પંજાબના ફિરોજપુરમાં રોડ વખતે થોભી થોભીને પછી પાછા ચાલ્યાં ગયા હતા, તેમ હું પણ અહીં આવતા પહેલા જ પાછો જવાનું વિચારી રહ્યો હતો, તેમ છંતા હું આ બેઠકમાં આવ્યો છું, એક રીતે આ કમિશનર વેપારીઓને પોતાના ગુલામ ગણી રહ્યાં હોય તેવું વર્તન કરી રહ્યાં હતા, તેઓ વડાપ્રધાન મોદીનું ઉદાહરણ આપીને વેપારીઓને ધમકાવી રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે.

(કમિશનરને સમયની કિંમત સમજાવી રહેલા વેપારીનો ફોટો)

પી.આનંદકુમાર કદાચ પોતાની આડકતરી રીતે વડાપ્રધાન મોદી સાથે સરખામણી કરી રહ્યાં છે. તેમને કદાચ કોઇનો ડર પણ નથી, વેપારીઓ કલાકો સુધી પોતાનો કામ ધંધો છોડીને તેમની રાહત જોઇ રહ્યાં હતા અને આ મહાશય નક્કિ કરેલા સમય કરતા આવ્યાં મોડા, જ્યારે એક વેપારીએ તેમને કહ્યું કે કામ વગરની ચર્ચા છોડીને હવે મૂળ કાર્યક્રમ શરૂ કરો, તો કમિશનર સાહેબ તેમના પર ગુસ્સે થયેલા સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે, વીડિયોમાં તેમના શબ્દો પરથી સ્પષ્ટ છે કે તેઓ વેપારીને ખોટી રીતે દબાવી રહ્યાં છે અને રૌફ જમાવવાનો ખોટી પ્રયાસ કરી રહ્યાં છે.

ત્યારે સેન્ટ્રલ જીએસટીના કમિશનરના હોદ્દા પર બેઠલા એક સિનિયર કક્ષાના આઇઆરએસ અધિકારીને આવું વર્તન શોભતું નથી, સરકારને કરોડો રૂપિયાનો જીએસટી ચૂકવનારા વેપારીઓની ઇજ્જત કરવાને બદલે બધાની સામે તેમને પોતાનો રૌફ જમાવવાનો પ્રયાસ કર્યો છે, જોવું રહ્યું દિલ્હીમાં બેઠેલા તેમના ઉચ્ચ અધિકારીઓ તેમને કંઇ સારી સલાહ આપે છે કે પછી તેઓ પણ વેપારીઓને કોડીના સમજે છે.. અમે તમને જણાવી દઇએ કે આ ઘટના બાદ કચ્છના વેપારીઓમાં પણ કમિશનર પી.આનંદકુમાર સામે રોષ વ્યાપી ગયો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch