Tue,17 September 2024,2:21 am
Print
header

ભૂજમાં મહિલા IB અધિકારીની ખુરશી ખેંચી લેવાનો વિવાદ, કોંગ્રેસ નેતાના કૃત્ય સામે હર્ષ સંઘવીએ કહી આ વાત

કચ્છઃ દલિત મહિલા આઇબી ઓફિસરની ખુરશી ખેંચી લેવામાં આવી અને તેઓ નીચે પડી ગયા અને ઘાયલ થયા, વાત છે કચ્છની, ભૂજમાં ખુરશી ખેંચી લેનારા કોંગ્રેસ નેતા એચ.એસ. આહિર સામે રોષ વ્યાપી ગયો છે. વાત જાણે એમ છે કે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સમાં IB ના મહિલા અધિકારી રીના ચૌહાણ હાજર હતા અને તેઓ સર્કિટ હાઉસની બેઠકમાં ખુરશીમાંથી ફોટો પાડવા ઉભા થયા બાદ પાછા ખુરશીમાં બેસવા ગયા ત્યારે જ આહિરે તેમની ખુરશી ખેંચી લીધી, જેથી તેઓ ઘાયલ થયા અને તેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.

આ મામલે કોંગ્રેસ નેતા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર પ્રહાર કરીને મહિલાનું અપમાન થયાનું જણાવ્યું છે. સંઘવીએ એક્સ પર લખ્યું કે કોંગ્રેસની માનસિકતા દલિતોનું અપમાન કરવાની છે. જ્યારે કોંગ્રેસનું કહેવું છે કે તેમના નેતાને ફસાવવામાં આવ્યાં છે.

આ કેસમાં પોલીસ ફરિયાદ થઇ છે, બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ હવે આમને સામને આવી ગયા છે. નોંધનિય છે કે એચ.એસ.આહિર કોંગ્રેસના ખેડૂત નેતા છે અને તેમના આ કૃત્યની ટીકા થઇ રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch