Sun,17 November 2024,3:28 am
Print
header

દિવાળીના દિવસે કચ્છની ધજા ધ્રુજી, 4.8ની તીવ્રતાનો ભૂકંપ- એક જ દિવસમાં બે વખત ભૂકંપ

કચ્છઃ દિવાળીના દિવસે જ કચ્છમાં એક પછી એક ભૂકંપના આંચકા આવ્યાં છે, ભારત પાકિસ્તાન સરહદ પર 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, ભૂકંપની તીવ્રતા સામાન્ય કરતા વધુ હોવાથી લોકોને તેનો અનુભવ થયો છે. લોકો ઘરનો બહાર નીકળી આવ્યાં હતા. ખાસ કરીને અબડાસા, લખપત અને ભૂજમાં ભૂકંપની તીવ્રતા વધુ હતી.

પહેલા સવારે 7 વાગ્યેને 10 મીનિટે ભૂકંપ આવ્યો હતો, રિક્ટર સ્કેલ પર 2.9ની તીવ્રતા હતી અને ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 20 કિલોમીટર દૂર નોંધાયું હતું. બાદમાં બપોરે 3 વાગ્યેને 15 મીનિટે ભૂકંપ આવ્યો હતો જેનું કેન્દ્રબિંદુ દ્વારકાથી 23 કિ.મી દૂર ઉત્તરમાં હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આસમમાં પણ ભૂકંપના આંચકા આવ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch