Fri,15 November 2024,5:57 pm
Print
header

વિધાનસભાની ચૂંટણી વખતે જ ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન, કચ્છ, રોજકોટમાં 30 થી વધુ સ્થળોએ દરોડા- Gujarat Post News

કચ્છઃ વિધાનસભાની ચૂંટણીના સમયમાં જ ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. કચ્છ અને રાજકોટમાં 30 થી વધુ સ્થળોએ આવકવેરા વિભાગની ટીમો ત્રાટકતા વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ફાઇનાન્સ, પ્રોપર્ટી, મીઠાઈના વ્યવસાય સાથે સંકળાયેલા ખાવડા ગ્રુપ પર તવાઈ આવી છે. રાજકોટ, ગાંધીધામ, અંજાર અને ભૂજમાં પેઢીના ભાગીદારોના રહેણાંક અને ઓફિસ પર તપાસ શરૂ કરાઇ છે. દરોડાની કાર્યવાહીના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા છે.

કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ સામે આવે તેવી શક્યતા 

150 કરતા વધુ અધિકારીઓ જોડાયા રેડમાં 

અનેક અધિકારીઓની જુદી જુદી ટીમો હાલમાં તપાસ કરી રહી છે, ડોક્યમેન્ટ અને ડિઝિટલ સામગ્રી જપ્ત કરવામાં આવી છે, જેમાં જમીનોની બેનામી ડિલ્સની માહિતી મળે તેમ છે. સાથે જ અનેક બેંક એકાઉન્ટની પણ ઉંડી તપાસ કરવામાં આવી રહી છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch