Sat,21 September 2024,3:19 am
Print
header

DRI ની મુદ્રા પોર્ટ પર મોટી કાર્યવાહી, રૂ.26 કરોડથી વધુની એન્ટીક અને ઐતિહાસિક વસ્તુઓ કરી જપ્ત

કેટલીક વસ્તુઓ 19 મી સદીની અને ઐતિહાસિક છે

કચ્છઃ ડીઆરઆઈની ટીમને મોટી સફળતા મળી છે અને ગેરકાયદેસર રીતે લવાયેલી અંદાજે 26.8 કરોડ રૂપિયાની એન્ટીક અને ઐતિહાસિક વસ્તુઓ મુદ્રા પોર્ટ પરથી ઝડપી પાડવામાં આવી છે.ડીઆરઆઇની ટીમે વિન્ટેજ આર્ટિકલ્સ, ઐતિહાસિક કલાકૃતિઓ, પેઇન્ટીંગ્સ, મૂર્તીઓ સહિત અનેક એન્ટિક વસ્તુઓ જપ્ત કરી લીધી છે. જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કરોડો રૂપિયાની કિંમત થાય છે.

કરોડો રૂપિયાની વસ્તુઓ મળી આવી

મોટી દાણચોરીનો થયો પર્દાફાશ

યુએઇથી આવેલા કન્ટેનરમાંથી મળી વસ્તુઓ

આ તમામ વસ્તુઓ યુએઇના જેબેલ અલી પોર્ટ પરથી ભારતમાં આયાત કરવામાં આવી હતી, એક કન્ટેનરની તપાસ કરતા આ વસ્તુઓ ડીઆરઆઇના અધિકારીઓને મળી આવી હતી. આ કન્ટેનરમાંથી ઐતિહાસિક મૂર્તીઓ, મોંઘાદાટ પેન્ટીંગ્સ, વિન્ટેજ વાસણો, કિમતી પથ્થરો મળી આવ્યાં છે, કેટલીક વસ્તુઓ સોના-ચાંદીથી બની છે.  

પ્રાથમિક માહિતી અનુસાર આ વસ્તુઓ બ્રિટન અને નેધરલેન્ડ સાથે જોડાયેલી છે અને ગેરકાયદેસર રીતે તેને ભારત લાવવામાં આવી હતી, આ સ્મગલિંગમાં કોનો હાથ છે અને કયા મોટા માથા જોડાયેલા છે તે મામલે ડીઆરઆઇએ તપાસ શરૂ કરી છે.આ કરોડો રૂપિયાની ટેક્સ ચોરીનો મોટો કેસ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch