Mon,18 November 2024,10:01 am
Print
header

કચ્છમાં રમતાં રમતાં ત્રણ કિશોર રેતીમાં દટાયા, ત્રણેયનાં મોતથી ગામ આખું હિબકે ચઢ્યું

કચ્છઃ ખાવડામાં એક કમકમાટી ભરી ઘટના બની છે. ગામ પાસે આવેલી નદીની રેતીમાં દટાઇ જવાથી ત્રણ કિશોરોનાં મોત થતા ગામજનો હિબકે ચઢ્યું છે. મૃતક કિશોરો પિતરાઇ ભાઇ હતા. ત્રણ કિશોરો રેતીમાં ખાડો બનાવીને તેની અંદર રમી રહ્યાં હતા. રેતી તેમની પર ધસી પડતા આ બનાવ બન્યો છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની તપાસ શરૂ કરી છે.

સરહદી ગામ ધ્રોબના પાસેની હુસેની વાંઢમાં રહેતા મુનીર કાદર સમા (ઉ.વ. 13), કલીમઉલ્લા ભીલલાલ સમા (ઉ.વ. 13) અને રજાઉલ્લા રસીદ સમા (ઉ.વ. 14) ત્રણેય પિતરાઈ ભાઈઓ રમવા માટે બહાર નીકળ્યાં હતા. ત્રણેય પિતરાઈ ભાઈઓ ગામની નજીક આવેલી નદી પાસે ભેખડમાં માટીનું ઘર બનાવીને રમતા હતા. બાળકો ઘરે નહીં આવતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો ત્રણેયની શોધખોળ શરૂ કરી હતી. 

પરિવારજનો આ કિશોરોને શોધી રહ્યાં હતા ત્યારે ત્રણેયના ચપ્પલ નદી પાસેથી મળી આવ્યાં હતા. રેતીના ઢગલામાં તપાસ કરતા ત્રણેય બાળકોના મૃતદેહ મળી આવ્યાં હતા. તેમને સારવાર માટે ખાવડાના સરકારી દવાખાને લઇ જવામાં આવ્યાં હતા.પરંતુ ત્યાં સુધીમાં મોડું થઇ ગયું હતુ. તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યાં હતા. બનાવની જાણ થતાં આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch