Sat,16 November 2024,6:15 pm
Print
header

રાજ્યમાં કોરોનાના નવા કેસનો આંકડો 500 ને પાર, અમદાવાદમાં નવા 265 કેસ આવ્યાં- Gujarat post

ગાંધીનગર: ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ખૂબ ઝડપથી વધી રહ્યાં છે. આજે કોરોનાના કેસનો આંક 500 ને પાર થઇ ગયો છે. નવા 548 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક વ્યક્તિનું  મોત થઇ ગયું છે.  અમદાવાદ કોર્પોરેશનમાં 265, સુરત કોર્પોરેશનમાં 72, વડોદરા કોર્પોરેશનમાં 34,  આણંદમાં 23, ખેડામાં 21, રાજકોટ કોર્પોરેશન 20, અમદાવાદ 13, કચ્છ 13, વલસાડ 9, સુરત 8, મોરબી 7, નવસારી 7, રાજકોટ 7, ભરુચ 6, ગાંધીનગર 6, ભાવનગર કોર્પોરેશનમાં 5, વડોદરામાં 5, જામનગર કોર્પોરેશનમાં 3,  મહીસાગર 3, મહેસાણા 3, સાબરકાંઠા 3, સુરેન્દ્રનગર 3, અરવલ્લી 2, બનાસકાંઠા 2, ગાંધીનગર કોર્પોરેશન 2, જામનગર 2,  અમરેલી 1, ભાવનગર 1, નર્મદા 1 અને પંચમહાલમાં 1 નવા કેસ નોંધાયા છે.

કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 1902  કેસ છે. જે પૈકી 11 વેન્ટીલેટર પર છે, જ્યારે 1891 દર્દીઓ સ્ટેબલ છે. કુલ 8,18,487 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. 10116 દર્દીઓના  અત્યાર સુધીમાં મોત નિપજ્યાં છે. આજે પોરબંદરમાં 1 દર્દીનું મોત થયું છે. 65  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,487  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાનો રિકવરી રેટ પણ 98.55 ટકાએ પહોંચ્યો છે.

આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરમાં 673 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6301 લોકોને પ્રથમ અને 43566 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 22155 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 121678 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,94,376 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,90,14,828 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch