Sat,21 September 2024,3:09 am
Print
header

લીબિયામાં વિનાશક પૂરને કારણે 5200થી વધુ લોકોનાં મોતની આશંકા, 10,000 લોકો ગુમ થયાના અહેવાલ

ત્રિપોલીઃ લિબિયામાં પૂરને કારણે અનેક શહેરોમાં તબાહી સર્જાઈ છે. પૂરની સૌથી ખરાબ અસર ડેર્ના શહેરમાં થઇ છે, ત્યાં અત્યાર સુધીમાં 700 લોકો દટાયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે, કારણ કે 10,000 લોકો ગુમ છે. અહીં વરસાદ અને પૂરના કારણે ડેમ તૂટ્યાં અને આસપાસના વિસ્તારો પણ ધોવાઈ ગયા છે.દેશભરમાં અત્યાર સુધીમાં 5,200 થી વધુ મૃત્યુંની આશંકા છે.

ભારે પૂરને કારણે બચાવ ટીમ મૃતદેહોને શોધી શકી નથી. લિબિયાની પૂર્વી સરકારના આરોગ્ય પ્રધાન ઉસ્માન અબ્દુલ જલીલે જણાવ્યું કે પરિસ્થિતિ ભયાનક છે. ડેર્ના સ્થળ પર પહોંચેલા ઉસ્માન અબ્દુલ જલીલે કહ્યું કે શહેરની વિવિધ હોસ્પિટલો મૃતદેહોથી ભરેલી છે. ડેર્નામાં હજુ પણ ઘણા મૃતદેહો કાટમાળ નીચે છે અથવા પાણીમાં તણાઇ ગયા છે.

અધિકારીઓનો અંદાજ છે કે એકલા ડેર્ના શહેરમાં 2,300 લોકો મોત થયા હશે.બે ડેમ તૂટી જવાથી ઘણા લોકો ગુમ થયા છે અને તેમાંથી મોટા ભાગના બચવાની શક્યતા ઓછી છે. લિબિયન સરકારના જણાવ્યાં અનુસાર, અન્ય નગરોને નુકસાન થયું છે જેમાં સુસા, માર્જ અને શાહતનો સમાવેશ થાય છે. હજારો પરિવારો વિસ્થાપિત થયા હતા અને બેનગાઝી શહેરમાં અને પૂર્વી લિબિયાના અન્ય સ્થળોએ શાળાઓ અને અન્ય સરકારી ઇમારતોમાં આશ્રય લીધો હતો.

બહુમાળી ઈમારતો ધરાશાયી કાદવમાં પડી ગઈ, બધે મૃતદેહો વિખરાયેલા

ડેર્ના શહેરની મધ્યમાં પર્વતોમાંથી વહેતી નદી વાડી-ડેર્નાના પાળા તૂટ્યા બાદ આખા રહેણાંક બ્લોક્સ નાશ પામ્યાં છે. બહુમાળી ઇમારતો ધરાશાયી થઇ છે. અહીં દરેક જગ્યાએ મૃતદેહો વિખરાયેલા છે. ભારે વરસાદને કારણે ચીનના દક્ષિણી વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હાઈકુઈ વાવાઝોડાને કારણે 1,360 લોકો પૂરના પાણીમાં ફસાયા છે. 24 કલાકમાં 7 થી વધુ લોકોનાં મોત થયા છે.ચીનના પ્રાંત ગુઆંગડોંગના માઓમિંગ શહેરમાં એક ખેતરમાંથી 70 મગર નીકળ્યાંના સમાચારે સમગ્ર શહેરમાં હલચલ મચાવી દીધી છે. ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી સ્થિતિના કારણે ખેતરમાંથી મગરો પાણી સાથે બહાર આવી ગયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch