Sun,17 November 2024,4:58 am
Print
header

બનાસકાંઠા: દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું, જાણો કેટલા લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત

બનાસકાંઠા: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા બુટલેગરો બેફામ છે. ગુજરાતમાં લાખો રુપિયાનો દારુ ઘુસાડવામાં આવે છે. બુટલેગરો દ્વારા રોજ નવા કીમિયા અજમાવી રાજ્યમાં દારૂ ઘુસાડવામાં આવે છે. ઘણી વખત સફળતા મળે તો ક્યારેક પોલીસ પણ બાતમીના આધારે બુટલેગરોને ઝડપી લેતી હોય છે. તહેવારો પહેલા આજે બનાસકાંઠામાં પોલીસે વિદેશી દારૂ ભરેલુ એક કન્ટેનર ઝડપી પાડ્યું છે.

બનાસકાંઠામાં સરહદી રેન્જ ભૂજની ટીમે સપાટો બોલાવ્યો હતો, જેમાં પોલીસે 8700 બોટલ વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સહિત 45.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, કન્ટેનર ચાલકની અટકાયત કરી કુલ ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ આજે ઊંઘતી રહી અને સરહદી રેન્જ ભૂજની ટીમે સપાટો બોલાવ્યો હતો. બોર્ડર રેન્જ વિસ્તારમાં દારૂની બદીને નાબુદ કરવા માટે રેન્જ-ભૂજની ટીમ તપાસમાં હતી, તે સમયે પાલનપુર અમદાવાદ હાઈવે પર આવેલા છાપી પાસે દારૂ ભરેલું કન્ટેનર હોવાની માહિતી મળતા જ તપાસ શરૂ કરી હતી અને છાપી હાઇવે પર આવેલ રાધેક્રિષ્ના હોટલ પાસે શંકાસ્પદ હાલતમાં પડેલા ટ્રકની તલાશી લેતાં તેમાંથી 8700 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૂ અને કન્ટેનર સહિત 45.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch