Sat,21 September 2024,6:09 am
Print
header

હે રામ....ગુજરાત વિદ્યાપીઠમાં દારૂ પાર્ટી ? હોસ્ટેલમાંથી મળી દારૂની બોટલ- Gujarat Post

અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ ફરીથી વિવાદમાં છે. આ વખતે વધુ ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે. વિદ્યાપીઠની હોસ્ટેલમાંથી દારૂની બોટલ મળી છે. વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયના રૂમ નંબર 41માંથી દારૂની બોટલ પકડાઈ છે. વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ ઝડપાતા રૂમ સીલ કરવામાં આવ્યો છે અને આ અંગેની નોટિસ પણ દરવાજા પર ચોંટાડવામાં આવી છે. વિદ્યાપીઠની હોસ્ટેલમાંથી દારૂની બોટલ ઝડપાતા ફરી એક નવી ચર્ચા શરૂ થઈ છે અને પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજી તરફ બે દિવસ પહેલા ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ હાથે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધવ્યો હતો. વિદ્યાપીઠમાં પ્રાર્થનાસભા દરમિયાન સર્વધર્મ પ્રાર્થના કરવાના મુદ્દે વિદ્યાર્થીનીઓને ડીન દ્વારા હડધૂત કરીને અપમાનિત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સાથે અપમાનજનક વ્યવહારને પગલે વિવાદ સર્જાયો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા કાળી પટ્ટી પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch