Sat,16 November 2024,2:10 am
Print
header

અમદાવાદ CID ક્રાઈમના ઈન્ચાર્જ DySPની કારમાંથી ઝડપાયો દારૂ, ડ્રાઇવર સહિત બેની અટકાયત- Gujarat Post

  • CID ક્રાઈમના ઈન્ચાર્જ Dysp રજા પર હોવાથી તેમનો ડ્રાઇવર કાર લઈને રાજસ્થાન ગયો હતો
  • 17 પેટી દારૂ સાથે બનાસકાંઠા એલસીબી ટીમે બે આરોપીની કરી અટકાયત
  • પોલીસે આ કેસની તપાસ શરૂ કરી

બનાસકાંઠાઃ પોલીસની કારનો ઉપયોગ દારૂની હેરાફેરીમાં થતો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ સીઆઈડી ક્રાઈમના ઈન્ચાર્જ ડીવાયએસપી શેખની ગાડીમાંથી વિદેશી દારૂની બોટલો ઝડપાઈ છે. જેને લઈને તેમના ડ્રાઇવર સહિત બેની અટકાયત કરવામાં આવી છે.

સીઆઈડી ક્રાઈમના ઇન્ચાર્જ DySP શેખ રજા ઉપર હોવાથી તેમની સરકારી ગાડી લઈને ડ્રાઈવર વિષ્ણુ ચૌધરી અને જયેશ ચૌધરી રાજસ્થાન દારૂ ભરવા ગયા હતા. રાજસ્થાનથી પરત ફરતી વખતે બનાસકાંઠા LCB પોલીસે તપાસ કરતાં ગાડીમાંથી 17 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો.જેથી પાંથાવાડા પોલીસે ગાડી સહિત મુદ્દામાલ જપ્ત કરીને બંન્ને આરોપીઓની અટકાયત કરી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બનાસકાંઠા-રાજસ્થાન બોર્ડર પર વારંવાર દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. ગુજરાતમાં પાડોશી રાજ્યોમાંથી દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવી રહ્યો છે.દારૂની હેરાફેરી માટે બુટલેગરો નવી તરકીબો અજમાવી રહ્યાં છે. આ વખતે કોઈ બુટલેગર નહીં પરંતુ ખુદ પોલીસની ગાડી જ ઝડપાતાં ચકચાર મચી છે. પોલીસે કેટલા સમયથી આ રીતે દારૂની હેરાફેરી થતી હતી, તેમાં કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ શરૂ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch